મહુવા : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં બોરીયા ગામેથી પસાર થતી નહેર નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.પોલીસે વિદેશી દારૂની કુલ 720 બોટલ કિંમત રૂ. 36,000 મળી કુલ 38,900 નો મુદ્દામાલ કબ્જે કરી એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન બાતમી આધારે રેડ કરી હતી. તે દરમ્યાન મહુવા તાલુકાનાં બોરીયા ગામની સીમમાં કાકરાપાર ડાબા કાંઠા નહેર નજીક દારૂનો જથ્થો ઉતારી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહેલ બે વ્યક્તિ આદર્શ રમેશભાઈ નાયકા (રહે, બોરીયાગામ, ઉજયમાતા ફળિયું, તા-મહુવા) તથા અલ્પેશભાઈ ગુરજીભાઈ નાયકા (રહે, બોરીયાગામમ પારસી ફળિયું, તા-મહુવા0 ને ઝડપી પાડ્યા હતા.પોલીસે વિદેશી દારૂની કુલ 720 બોટલ કિંમત રૂ, 36,000 તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 38,900 નો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં સંડોવાયેલ મહેન્દ્ર ઉર્ફે દેગો ઢોડિયા પટેલ (રહે, શેખપુર, તા-મહુવા) ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.