બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વહેવલ ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા તેમણે વહેવલ ગામની સીમમાં આશ્રમશાળા નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન કાર નંબર જીજે-15-ડીડી-3560 આવતા તેને અટકાવી હતી અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તેમજ બીયરની કુલ 1056 બોટલ કિંમત રૂ. 57હજાર 600 ના જથ્થા સાથે ચાલક કુસુમબેન મહેન્દ્રભાઈ ઉર્ફે ડેગો કાંતુભાઈ પટેલ (રહે, શેખપુર.ગામ, નિશાળ ફળિયું, તા-મહુવા) ને ઝડપી પાડી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે આ દારૂનો જથ્થો પૂરો પાડનાર અશ્વિનભાઈ (રહે, નવાપુર) ને વોંટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


