બારડોલી : આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર નાયબ કલેક્ટર સામે એટ્રોસીટી નોધવાની માગ સાથે મહુવા આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નાયબ કલેક્ટરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.અને જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી ધરણાં કરવાનું જણાવ્યુ હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર દ્વારા કરવામાં આવેલા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીનો ઓડિયો વાઈરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયું છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે,જોકે તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા નાયબ કલેકટરને ફરજ મોકૂફ કરી દેવાયા છે,રાજ્યની કેબિનેટના માજી મંત્રી ગણપત વસાવા દ્વારા પણ પત્ર લખી જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે આજરોજ મહુવા પોલીસ મથક ખાતે મહુવા આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નાયબ કલેકટર નીલેશ દુબેના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની માંગ છે કે જવાબદાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે મુજબનુ જણાવ્યુ છે.