મહુવાસ ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરીને સુરત તરફ જતી કારને પોલીસે બાતમીના આધારે પકડી હતી. પોલીસને કારના ચોરખાનામાંથી રૂ. 54 હજારનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.જ્યારે ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.વાંસદા સિનિયર પીએસઆઈ વાઘેલા અને પીએસઆઇ વાળા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કાર (નં. જીજે-05-સીકે-2671)માં ઈંગ્લીશ દારૂ ભરીને વઘઇ તરફથી મહુવાસ, હનુમાનબારી થઈ સુરત તરફ જવાની છે.બાતમીને પગલે પોલીસે મહુવાસ ગામે બાપા સીતારામ હોટલ પાસે વોચ રાખી હતી.દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. પોલીસે કારમાં બેઠેલા ક્લીનર ઈશ્વર ઉર્ફે ભીમો જયંતિભાઈ રાછડિયા (રહે. કાપોદ્રા, વરાછારોડ, સુરત)ને ઝડપી પાડી તપાસ કરતા કારમાં ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂની 108 બોટલ નંગ કિંમત રૂ. 54 હજાર મળી આવ્યો હતો.પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 3.50 લાખ મળી કુલ રૂ. 4,10,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે ઈશ્વર ઉર્ફે ભીમો રાછડીયાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ ઈંગ્લીશ દારૂ રામજી ઉર્ફે રામ રંગાણે (હાલ રહે. વરાછા રોડ, સુરત, મૂળ રહે. ગોઘા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી)નો હતો. પોલીસે કાર ચાલક કેયુર (રહે. સુરત) અને રામજી રંગાણેને ફરાર જાહેર કર્યા હતા.


