બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને નરાધમે પોતાની પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે બોલાવી સગીરાની મરજી વિરુધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.સગીરા અવાર નવાર બીમાર પડતાં માતા સરકારી દવાખાને લઈ જતાં જાણવા મળ્યું હતું કે સગીરા ગર્ભવતી છે.જેને 14 અઠવાડિયાનો ગર્ભ છે.માતાએ બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુધ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં એક ગામમાં રહેતી અને મજૂરીકામ કરતી મહિલાની 15 વર્ષીય પુત્રીને મહુવા તાલુકાનાં રાણત ગામે રહેતો ઉમેશ ગુલાબભાઈ કોળધા નામના યુવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.આ નરાધમ યુવાન સગીરાને અવાર નવાર પોતાને ઘરે બોલાવતો હતો અને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો.તે દરમ્યાન સગીરાને 14 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો.સગીરા અવાર નવાર બીમાર પડતાં તેની માતા સગીરાને નળધરા પી.એચ.સી ખાતે લઈ ગઈ હતી.અને સોનોગ્રાફી કરાવતા માતાને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.બનાવ અંગે સગીરાની માતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં યુવાન વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


