બારડોલી : મળતી માહિતી અનુસાર આજરોજ એલ.સી.બી / પેરોલ ફર્લો શાખાના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી શાખાના એ.એસ.આઇ અરવિંદભાઇ બુધીયાભાઇ પેરોલ સ્કોડ તથા એ.એસ.આઇ. ભમરસિંહ સારંગજી એલ.સી.બી શાખા સુરત ગ્રામ્યનાઓને સંયુક્ત રાહે બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે તાજેતરમાં કોદાદા ગામે બસ સ્ટેંડ ફળીયામાંથી પકડાયેલ વિદેશી દારૂનાં ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી યોગેશભાઇ રવજીભાઇ પટેલનાનો કાછલ કોલેજ પાસે ઉભો છે.અને જેણે શરીરે પીળા કલરની ટુંકી બાયની ટી – શર્ટ તથા લાઇટ ગ્રીન રંગનો ટ્રેક પેન્ટ પહેરેલ છે.તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જેથી બાતમી આધારે પોલીસની એક ટિમ સ્થળ ઉપર જઇ આરોપી યોગેશભાઇ રવજીભાઇ પટેલ (ઉ.વ.35 રહે.કરચેલીયા ગામ કોડીવાળ ફળિયું મહુવા)ને પકડી પડી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.