– લાકડાના વેપારી પાસે વારંવાર લાંચની માંગણી કરતો હતો
મહુવા : મહુવા વન વિભાગના RFO અને ફોરેસ્ટર લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગતા હોવાથી વેપારીએ એસીબીના અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું.જેમાં લાંચની રકમ લેવા આવેલા અધિકારીના સાળાને ઝડપી પડાયો હોવાનું જાણવા મળ્યું છે.મહુવા વન વિભાગના ફોરેસ્ટર નિકુંજ અને આરએફઓ રિપલ ચૌધરી અગાઉ એક લાકડાના વેપારી પાસે 1 લાખથી વધુની લાંચ માંગી હતી.જે બાદ ફરી 1.50 લાખની લાંચ માંગી હતી. જેમાથી 50 હજાર 1 દિવસ અગાઉ લઇ ગયો હતો. અને બાકીના 1 લાખ બુધવારે આપવાનું નક્કી થયું હતુ.જેથી એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું.ત્યારે મોડી રાતે અધિકારીનો સાળો 1 લાખ રૂપિયાની લાંચ લેવા ફરિયાદીના ઘર નજીક આવ્યો હતો અને લાંચિયો આરએફઓ રિપલ ત્યાથી થોડે દુર ઉભો હોવાનું મનાઇ રહ્યું છે.પરંતુ લાંચ લેવા આવેલા સાળાને વેપારી ઘર બહાર અન્ય ગાડી જોતા છટકાની ગંધ આવી ગઇ હતી.અને ફરિયાદીની ગાડીને ટક્કર મારી ભાગવા ગયો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો,જો કે હજી સુધી એસીબી દ્વારા માત્ર અધિકારીના સાળા લાંચની રકમ લેવા આવ્યા હોવાની માહિતી અપાઇ છે.ત્યારે હવે આ લાંચિયા સામે એસીબી કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.