મહેફિલ એ દારૂ ! બલેશ્વર અવધ સંગ્રીલા મહેફિલ પ્રકરણમાં પલસાણા PSI પી.સી.સરવૈયા સસ્પેન્ડ

HM News
3 Min Read

પલસાણા : પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે અવધ સંગ્રીલા ખાતે 5 ઓક્ટોબરના રોજ બાંગ્લા નંબર 47માં ચાલતી રંગીન પાર્ટીમાં પલસાણા પોલીસે કરેલી રેડમાં બેંગકોકની બે મહિલા સહિત 25 વ્યકિતઓની ધરપકડની ઘટનામાં તપાસ કરતી LCBએ ટ્રાફિક ઈમોરલ એકટ(દેહ વેપાર)ની કલમનો ઉમેરો કર્યા બાદ રેડ કરનાર પલસાણા પોલીસની શંકાસ્પદ કામગીરીને લઈ જિલ્લા પોલીસ વડાએ PSI પી.સી.સરવૈયાને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ને.હા.48ની બાજુમાં આવેલ અવધ સાંગ્રીલાના બંગલા નંબર 47 માં વિદેશી મહિલાઓ સાથે ચાલતી શરાબ અને શબાબની મહેફિલ પર રેડ કરી બે બેંગકોકની યુવતી અને અન્ય 4 યુવતી મળી કુલ 6 મહિલા અને 19 પુરુષને પલસાણા પોલીસે ઝડપી પાડી માત્ર મહેફિલનો ગુન્હો નોંધી સંતોષ માન્યો હતો.શરૂઆતથી જ શંકાના દાયરામાં આવેલી આ રેડમાં પલસાણા પોલીસની ભૂમિકા શંકાસ્પદ હતી.આ રેડમાં પલસાણા પોલીસે સુરતની એક એજન્સીના બે પોલીસ કર્મચારી અને એક ત્રાહિત વ્યક્તિને પાછલા બારણેથી રવાના કર્યા હતા.ચર્ચાસ્પદ બનેલી આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં માત્ર મહેફિલનો ગુન્હો નોંધ્યો હતો.આ ઉપરાંત માત્ર 30 હજારનો વિદેશી દારૂ અને અંગ ઝડતીના રોકડ રકમમાં 4 હજાર રૂપિયા તેમજ બે વાહનો જ બતાવ્યા હતા.આથી પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી હતી.આ ગુન્હાની તપાસ દરમિયાન LCB પોલિસ ટ્રાફિક ઈમોરલ એકટ (દેહ વ્યાપાર)ની કલમનો ઉમેરો કરતા પલસાણા પોલીસની કામગીરી શંકાસ્પદ હોવાનું ફલિત થયું હતું.જે બાબતે નોંધ લઈ સુરત જિલ્લા પોલીસ વડાએ પલસાણા PSI પી.સી.સરવૈયાને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમની જગ્યાએ કીમ પોલીસ મથકના PSI સી.એમ.ગઢવીને હંગામી ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જ્યારે લીવ રિઝર્વ PSI પી.જે.પંડયાને હાલ પૂરતો કીમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

મહેફિલમાં બિકીની ડાન્સ પણ ચાલતો હોવાની ચર્ચા

5 ઓક્ટોબરના રોજ યોજાયેલી મહેફિલમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે.અહીં શરાબ શબાબ અને તમામ પ્રકારની હાઈપ્રોફાઈલ વ્યવસ્થા હતી.પોલીસ જ્યારે રેડમાં પહોંચી ત્યારે અહીં બિકીની ડાન્સ ચાલતો હોવાની ચર્ચા છે.જોકે પલસાણા પોલીસે પ્રાથમિક ફરિયાદમાં જ કાચું કાપ્યું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર હરેશ મોરડીયા ઘણા લાંબા સમયથી પાર્ટીનું આયોજન કરતો હતો.સુરત શહેરના ઘણા મોટા માથા પણ અવાર નવાર અહીં પાર્ટીનો લાભ લેતા રહ્યા છે. LCB પોલીસે હવે હરેશની ધરપકડ કરી છે ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *