– સુરતમાં 25 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા
– મહેસાણામાં 728 પેટી વિદેશી દારૂ ઝબ્બે
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે.અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે.દારૂના વેચાણનો વીડિયો વટવા GIDCનો હોવાનું અનુમાન છે.વીડિયોમાં દેશીદારૂની થેલી પાણીના પાઉચની જેમ વેચવામાં આવી રહી છે.અને આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે.જાગૃત નાગરિકો દારૂના વેચાણનો વીડિયો ઉતારી વાયરલ કર્યો. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં છે.અને ઉચ્ચ અધિકારીઓ તપાસના આદેશ આપી દીધા છે.જો કે સવાલો ઉઠી રહ્યા છે કે દારૂબંધી છે છતા કેમ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે?. શું બુટલેગરોમાં પોલીસનો કોઇ ડર નથી?. શું આ છે રાજ્યની દારૂબંધી?.
દારૂની મહેફિલ પર પલસાણા પોલીસના દરોડા
તો અમદાવાદ બાદ સુરત પલસાણાના અવધ સાંગ્રીલામાં દારૂની મહેફિલ પર પલસાણા પોલીસના દરોડા પાડયા હતા.જેમાં નામચીન 25 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.જેમાં 6 મહિલાઑનો પણ સમાવેશ થાય છે.પોલીસે બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરી રંગેહાથ ઝડપાવા એક ટીમ તૈયાર કરી હતી જે બાદ નબીરાઑને દારૂ ઢીચતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.હાલ પલસાણા પોલીસે તમામ 25 લોકો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે તેમજ તપાસ પણ આરંભી છે.
દારૂબંધી છે છતા કેમ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે?
– શું બુટલેગરોમાં પોલીસનો કોઇ ડર નથી?
– શું આ છે રાજ્યની દારૂબંધી?
– પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે?
– દેશી દારૂની હાટડીઓ કેમ ધમધમી રહી છે ?
– બુટલેગરે કોની રહેમ નજર હેઠળ બેફામ બન્યા છે ?
– દારૂબંધીના લીરા કેમ વારંવાર ઉડાડવામાં આવે છે ?
– બેફામ બુટલેગરોને કોણ છાવરી રહ્યું છે ?


