– પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહીને સોંગનો વિડીયો બનાવી ટિકટોક પર વાયરલ કર્યેા હતો: સસ્પેન્ડ થયા પછી ફરીથી ફરજમાં આવી હતી
મહેસાણાની ટિકટોક સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને કોરોના પોઝિટીવ આવ્યો છે.આ યુવતિ પોલીસ સ્ટેશનમાં ટિકટોક સોંગ બનાવતાં વિવાદમાં આવ્યા પછી તેની સામે પગલાં લેવામાં આવ્યા હતા.ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ કોરોના પોઝિટીવના કેસો વધતાં જાય છે જેની ઝપટમાં આ ટિકટોક સ્ટાર આવી ગઇ છે.
મહેસાણામાં રહેતી અર્પિતા ચૌધરી ટિકટોક સ્ટાર છે અને મહિલા કોન્સ્ટેબલ છે.તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.મહેસાણાના ખેરાલુ પોલીસ લાઇનમાં રહેતી અર્પિતા ચૌધરીને લક્ષણો જણાઇ આવતાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.આ યુવતિને ટિકટોક પર સોંગ બનાવ્યા બાદ પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.જો કે તેના પછી અનેક પોલીસ કર્મચારીઓ ટિકટોક સ્ટાર બની ચૂકયાં હતા.અર્પિતાના વિડીયોએ એક તબક્કે આખા ગુજરાતમાં ઘૂમ મચાવી હતી.આ મહિલા કોન્સ્ટેબલને કોરોનાની કામગીરી માટે ફરીથી નોકરીમાં લેવામાં આવી છે.
તેણીએ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ પાલન સમયે પોલીસ સ્ટેશનમાં વિડીયો સોંગ બનાવીને ટિકટોક પર વાયરલ કયુ હતું. વિડીયો વાયરલ કર્યા પછી તેણીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. હાલ અત્યારે તે પાછી ફરજ પર આવી ચૂકી છે પરંતુ હાલ કોરોનાની સારવાર હેઠળ છે