મહેસાણા શહેરના રામોસણા ઓવરબ્રીજ પાસે આજે એક શખસને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે રૂ. 8 હજાર ઉપરાંતના કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે લઈ શખસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ જથ્થો ક્યાંથી લવાયો અને કોને આપવાનો હતો તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.
મહેસાણા શહેરમાં આજે રામોસણા ઓવરબ્રીજના ઉંઝા તરફ બી-ડિવિઝનના પીએસઆઈ એ. બી. ઘાસુરા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.દરમિયાન શંકાસ્પદ એક શખસની અને તેની સાથેના બોક્ષની તપાસ કરી હતી.જેમાં પોલીસને પૂંઠાના બોક્ષમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 28 નંગ ફિરકી કિંમત રૂ. 8,400 મળી આવી હતી.પોલીસે આ શખસની સઘન પુછપરછ કરતાં તે નાનીદઉ ગામનો મહેશસિંહ પ્રભાતસિંહ ઠાકોર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
પોલીસે આ શખસ વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે આ શખસ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચાણ કરવાનો હતો તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.