– 20 દિવસથી નેટવર્કના અભાવે બેન્ક- પંચાયતના કામો અટવાયા
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડીઝીટલ ઇન્ડિયા ઈ બેન્કિંગ,કેસલેશ સિસ્ટમ ની મોટી મોટી વાતો કરે છે પરંતુ એશિયાનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL ના નેટવર્ક ને સીધું નથી રાખી સકતા ખાનગી કંપનીઓ એક વાયર તૂટે કે બે ત્રણ ટીમો દોડી આવે છે પણ આજે માંગરોલ ગમે જતો BSNL નો કેબલ તૂટતાં કોઈ રીપેર કરવા આવતા નથી. છેલ્લા 20 દિવસ થી BSNL નેટવર્ક ધરાવતી બેન્ક ઓફ બરોડા માં ઓનલાઇન ટ્રાન્જેક્શન સહિતની કામગીરી ઠપ્પ છે,પંચાયત માં જનસેવા કેન્દ્ર ઠપ્પ છે,માંગરોલ માં આવેલ કોલેજો શાળાઓ માં ઓનલાઇન ભણાવવાની અને કામગીરી માટે બધું ઠપ્પ છે. ખાનગી પોતાનું નેટ વાપરી ને ગાડું ગાબડાવવું પડે છે.ત્યારે આટલી ફરિયાદો છતાં BSNL ના અધિકારીઓ ની કેમ આંખ ઊડતી નથી.એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
આ બાબતે કરાંઠા ગામના ચિરાગ પટેલે જણાવ્યું હતું કે માંગરોળ ગામની બેન્ક હોય કે શાળાઓ અમારે જરૂરિયાત ખુબ પડે બીજી બાજુ માંગરોળ નું નેટવર્ક ના ચાલે એટલે આજુબાજુના અગમો પણ ઠપ્પ થઇ જાય અમે ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરી પણ સ્ટાફ નથી માણસો મોકલીએ એવી વાતો સાંભળવા મળે પછી કઈ દહાડો વળે એટલે અમારી માંગ છે કે જેમ બને તેમ વહેલું નેટવર્ક ચાલુ કરો કે અમારે જરૂરી કામો થાય.