સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં ને.હા-48 પર એક બાઇક ઉપર પસાર થઈ રહેલ બે વ્યક્તિને અટકાવી તેમની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ ઝડપી પાડ્યા હતા.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ માંગરોળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા તેમણે ધામડોદ ગામની સીમમાં ને.હા-48 ઉપર વોચ ગોઠવી હતી.તે દરમ્યાન એક પલ્સર બાઇક નંબર જીજે-05-ઇટી-5499 ઉપર બે વ્યક્તિ આવતા તેમને અટકાવ્યા હતા.અને તેમની તલાસી લેતા તેમની પાસેથી 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ એક નંગ જીવતો કારતૂસ મળી આવ્યો હતો.પોલીસે આ બંને વ્યક્તિ સચીન ઉર્ફે સની સુનિલ વારલેકર (રહે, સાયણ, સિદ્ધિ વિનાયક રેસિડન્સી, તા-ઓલપાડ) તથા અનુજ રાજકિશોર પ્રસાદ (રહે, સાયણ, સિદ્ધિ વિનાયક રેસિડન્સી, તા-ઓલપાડ) ને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછતાછ કરતાં આ બંને વ્યક્તિઓ પૈકી અનુજ પ્રસાદ નાઓ દેશી પિસ્તોલ લાવી ઊંચી કિંમત મેળવી પૈસા કમાવવા માટે આ પિસ્તોલ અન્યને વેચતા હતા અને તેઓ પ્રદ્યુમન રામબચન પ્રસાદ પાસેથી પિસ્તોલ ખરીદી હતી પોલીસે તેને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.