– વતનથી પરત ફરતા વીસડાલિયા પાસે અકસ્માત
માંગરોળ : માંગરોળ તાલુકા મથક વનીકરણ રેંજ ના ઝંખવાવ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઇ માલીને ઝંખવાવ માંડવી વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વીસ ડાલિયા ગામના પાટિયા નજીક કાર ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું.
અમૃતભાઈ મનસુભાઈ માલી ઉંમર વર્ષ (47) મૂળ ડાંગ જિલ્લાના વતની હતા,અને છેલ્લા ચાર વર્ષથી તેઓ માંગરોળ વનીકરણ રેંજ માં ફરજ બજાવતા હતા.પોતાની બાઈક ઉપર વતનથી માંગરોળ આવી રહ્યા હતા.ત્યારે વીસડાલિયા ગામ પાસે કારચાલકે તેમને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું.
અકસ્માતની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.બંને અકસ્માત ગ્રસ્ત વાહનો કબજે લઇ કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ ઘટનાની જાણ માંગરોળ વનીકરણ રેન્જ કચેરીમાં થતા કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


