માંગરોળ પોલીસ સ્ટેશનનો વાહન ચોરીમાં 11 વર્ષથી નાસતો ફરતો આરોપી પલસાણાથી ઝડપાયો.

HM News
1 Min Read

બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ.ભાવેશભાઈ તેમજ પો.કો.વિરલભાઈ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હાનો રીઢો ગુન્હેગાર પલસાણા ચાર રસ્તાથી સુરત શહેર તરફ જનાર છે જે બાતમી આધારે પલસાણા ચાર રસ્તા ખાતે વોચ રાખી બાતમી મુજબના વર્ણન વાળા ઇસમને ઝડપી પૂછપરછ કરતા નામ વિશ્વાસભાઈ અમરસિંઘ વળવી (ઉ.વ.42 રહે.સુરત ભેસ્તાન ચાર રસ્તા વૃંદાવન સોસાયટી સચિન સુરત મૂળ.નવાપુર મહારાષ્ટ્ર) જણાવ્યું હતું તેમજ ગુન્હાની કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં વિશ્વાસ વળવી વિરુદ્ધ સુરત જિલ્લા તેમજ તાપી.નવસારી અને સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હા હોવાની જાણવા મળ્યું હતું એલ.સી.બી.ની ટીમે આરોપીને પલસાણા પોલીસને સોંપ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *