ડાંગ : ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે ત્રિ-પાંખિયો જંગ ખેલાશે.રાજ્યનાં તમામ શહેરો તેમજ પહેલા તબક્કાની મતગણતરી શરૂ થઇ ગઈ છે.જેમ જેમ EVM ખુલશે તેમ તેમ ગુજરાતનો તાજ કોના શિરે જશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.ત્યારે ડાંગમાં આપ અને ભાજપ વચ્ચે રસાકસી ભર્યો ખેલ જોવા મળી રહ્યો છે.હાલ તો ભાજપ આગળ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે.
– સુરત જિલ્લાની માંગરોળ બેઠક પર ભાજપના ગણપત વસાવા બીજા રાઉન્ડમાં 7500 મતોથી આગળ
– સુરત જિલ્લાની મહુવા બેઠક પર ભાજપના મોહન ડોઢિયા પ્રથમ રાઉન્ડમાં 3689 મત અને બીજા રાઉન્ડમાં 4247 મત મેળવી આગળ
– કોંગ્રેસના હેમાંગીની ગરાસિયાને પ્રથમ રાઉન્ડમાં 2395 અને બીજા રાઉન્ડમાં 1931 મત મળ્યાં આપના કુંજન પટેલને પ્રથમ રાઉન્ડમાં 2775 અને બીજા રાઉન્ડમાં 2111 મત મળ્યાં
– આપ અને કોંગ્રેસના મત વિભાજનનો લાભ ભાજપને મળી રહ્યો છે.
– આપના સાયના ગામીત 488 મત થી આગળ
– માંડવીમાં કુંવરજી હળપતિ બીજા રાઉન્ડમાં આગળ નીકળી ગયા,આપના સાયના ગામીત ત્રીજા નંબર પર પહોંચી ગયા
– 173 ડાંગ વિધાનસભા મા ચોથા રાઉન્ડ મા 833 મતથી ભા. જ. પ આગળ કુલ મત 1204 થી આગળ
– સુરત 168 બારડોલી વિધાનસભા માં ભાજપ ના ઈશ્વર પરમાર 2418 મત થી આગળ
સુરત 170 મહુવા વિધાનસભા ભાજપ ના મોહન ઢોડીયા 2967 મત થી આગળકામરેજમાં ભાજપના પ્રફલ પાનશેરીયાને કોંગ્રેસ અને આપના ઉમેદવારથી ચાર ગણા વધારે મતો અત્યાર સુધી મળ્યા છે.સુરત જિલ્લાની મહુવા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના મોહન ડોઢિયા 3608 મત સાથે આગળ ચાલી રહ્યાં છે.બીજા નંબરે આમ આદમી પાર્ટીના કુંજન પટેલને 2775 મત,કોંગ્રેસના હેમાંગીની ગરાસિયા 2395 મત સાથે ત્રીજા ક્રમે જયારે નોટામાં 203 મત પડ્યા છે.કોંગ્રેસ અને આપના મત વિભાજનનો લાભ ભાજપને મળતો જણાય રહ્યો છે.મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં મોટો અપસેટ માંડવી બેઠક ઉપર જણાયો છે.આપના સાયનાબેન ગામીત 2499 મતોથી આગળ,બીજા ક્રમે કોંગ્રેસના આનંદ ચૌધરીને 2011 મત જયારે ભાજપના કુંવરજી હળપતિ 1995 મત સાથે ત્રીજા ક્રમે ચાલી રહ્યાં છે.નવસારીના ડાંગ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 341 મતો સાથે ભાજપ આગળ હતું જયારે બીજા રાઉન્ડ મા 219 મતો સાથે કોગ્રેસ આગળ ચાલી રહ્યું છે.