By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માંડલ-બેચરાજી SIR દેશનો શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્ર્રી પ્રોજેક્ટ બનશે – CM રુપાણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > માંડલ-બેચરાજી SIR દેશનો શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્ર્રી પ્રોજેક્ટ બનશે – CM રુપાણી
GandhinagarGeneralGujarat Now

માંડલ-બેચરાજી SIR દેશનો શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્ર્રી પ્રોજેક્ટ બનશે – CM રુપાણી

HM News
Last updated: 11/12/2020 10:44 AM
HM News
5 years ago
Share
SHARE

– માંડલ-બેચરાજી SIR દેશનો શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્ર્રી પ્રોજેક્ટ બનશે
– હાંસલપુરમાં રૂ.544 લાખના વહીવટીભવનનું ઇ-લોકાર્પણ
– મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ
– ચાઇનાથી રિ-લોકેટ થવા ઇચ્છુક ઉદ્યોગો માટે તક
– વોકલ ફોર લોકલ હેઠળ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો હેતુ
– વેપાર -ઉદ્યોગ અને રોજગાર માટે નિકાસને પ્રોત્સાહન
– આત્મનિર્ભર ભારતની દિશામાં ગુજરાતનું સ્વપ્ન સાકાર

માંડલ-બેચરાજી SIRનો સમગ્ર વિસ્તાર દેશમાં શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ્ડ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માંડલ-બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના હાંસલપૂરમાં રૂ. પ૪૪ લાખના નવનિર્મિત વહિવટી ભવનનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયુ છે.લોકાર્પણ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે,વર્તમાન સ્થિતીમાં ચાઇનાથી અન્યત્ર રિ-લોકેટ થવા માંગતા ઊદ્યોગો માટે માંડલ-બેચરાજી SIR ઉત્તમ વિકલ્પ બને તેવી વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છીયે.વોકલ ફોર લોકલ અન્વયે ”વન ડિસ્ટ્રીકટ-વન પ્રોડકટ”ના ધ્યેય સાથે વેપાર-ઊદ્યોગ-રોજગારી અને નિકાસને પ્રોત્સાહન આપી ‘આત્મનિર્ભર ભારત’ સાકાર કરવુ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહેલા માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન SIRના સમગ્ર વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ્ડ સિટીના શ્રેષ્ઠ મોડેલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરી છે.મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના ૮ અને મહેસાણાના ૧ એમ કુલ ૯ ગામોના વિસ્તારોને આવરી લેતા માંડલ-બહુચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂ. પ૪૪ લાખના ખર્ચે હાંસલપૂરમાં નવનિર્મિત વહિવટી ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રૂ. ર૦૦ કરોડના ખર્ચે અદ્યતન રોડ અને સુઆયોજિત વિકાસ માટે ટી.પી પણ ફાયનલ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ સાથે આ સમગ્ર SIR ક્ષેત્રને વિકાસની હરણફાળ ભરાવવાની આપણી મનસા છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે,વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧રમાં આ વિસ્તારને SIR તરીકે ડેવલપ કરવાની દુરદર્શીતા દર્શાવીને જે પહેલ કરી હતી તે આજે ઓટોમોબાઇલ હબ તરીકે સફળતાપૂર્વક વિસ્તરી છે.મારૂતિ સુઝૂકી,હોન્ડા સહિત અનેક મોટરકાર ઉત્પાદકોએ પોતાના પ્લાન્ટ અહિ શરૂ કરવા માટે પસંદગી ઉતારી છે.

સીએમ વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતમાં નિર્ણાયક અને પારદર્શી સરકાર તરીકે કાર્યરત રહિને આપણે વિકાસની ગતિ ઝડપી થાય તેવો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વર્તમાન સ્થિતીમાં જે ઊદ્યોગો ચાયનાથી અન્યત્ર રિલોકેટ થવા ઇચ્છે છે તેમના માટે ભારત અને ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાંય વિશેષત: આ માંડલ બેચરાજી SIR શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી બધી જ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીયે.

આ માંડલ બેચરાજી SIR ઉપરાંત દહેજમાં PCPIR, ધોલેરામાં SIR વિકસાવ્યા છે.એટલું જ નહિ,અંકલેશ્વર,અમદાવાદ વગેરેમાં નવા ફાર્મા પાર્ક આવી રહ્યા છે અને ગુજરાત વાસ્તવિક રૂપમાં લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની વિકાસ સાથે રોજગારીના પણ નવા નવા અવસરો પૂરા પાડનારૂં અગ્રીમ રાજ્ય બન્યું છે એમ તેમણે ગૌરવ સહ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ડેવલપમેન્ટ ઓથોરિટીનું આ નવું વિહવટીભવન માંડલ બેચરાજી SIRમાં સમાવિષ્ટ ૯ ગામો તથા ઊદ્યોગો માટે વિવિધ પરવાનગીઓ, મંજૂરીઓ, પ્રશ્નોના નિવારણની સ્થળ પર જ સુવિધા આપનારૂં બનશે અને જિલ્લા સ્તરે લોકોને આવવું નહિ પડે તેવી અપેક્ષા પણ આ વેળાએ વ્યકત કરી હતી.સીએમ રૂપાણીએ દેશના કુલ FDIના 52% રોકાણ મેળવી ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે હવે આપણે GIDC વસાહતોના માધ્યમથી વોકલ ફોર લોકલ અન્વયે ‘વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ’ની નેમ સાકાર કરવી છે.

તેમણે ઉમેર્યુ કે,રાજ્યના દરેક જિલ્લાની કોઇને કોઇ આગવી ઓળખ છે મોરબીના સેનેટરીવેર,પાટણનો પટોળા ઊદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ,ભાવનગરમાં અલંગ શિપબ્રેકીંગ, અંકલેશ્વર-ભરૂચના કેમિકલ ઝોન વગેરેને ફોકસ કરીને આ વિસ્તારોમાંથી Exportને વેગ મળે,અન્ય લોકો ધંધા-વ્યવસાય,ખરીદી માટે અહિં આવે અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ સાથે મહત્તમ રોજગારી-રોજીરોટી મળે તેવો આપણો ધ્યેય છે.

આ ઇ-લોકાર્પણ અવસરે સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મૂંજપરા, વિરમગામના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી તેજશ્રીબહેન પટેલે પ્રાસંગિક વકતવ્યોમાં આ સમગ્ર પટ્ટાની આર્થિક,સામાજિક કાયાપલટ માટે, SIR અને નવું વહિવટી ભવન ઉપયુકત બનશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.પ્રારંભમાં માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO અને સચિવ હારિત શુકલાએ સૌનું સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રીના અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા આ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ એમ. કે. દાસ અને પદાધિકારીઓ, અધિકારીઓ આ ઇ-લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આવકવેરા વિભાગે 89.20 લાખ કરદાતાઓને આપ્યુ 1.45 લાખ કરોડનુ રિફન્ડ
Next Article કર્ણાટકમાં એપલ ફોનના કારખાનામાં ભાંગફોડ, મહિનાઓથી પગાર નહીં મળતાં કર્મચારીઓ વિફર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up