બારડોલી : સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ નાગર ફળિયા ચાર રસ્તા નજીક મુંબઈ કલ્યાણ બજારના આંક ઉપર જુગાર રમી રમાડી રહેલ ત્રણ વ્યક્તિને એલસીબી પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 80,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી ખાતે નાગર ફળિયા ચાર રસ્તા નજીકથી પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.મુંબઈથી નીકળતા કલ્યાણ બજારના આંકો ઉપર જુગાર રમાડવામાં આવતો હતો.એક વ્યક્તિ મોટરસાઇકલ ઉપર બેસી ત્યાંથી પસાર થતાં લોકો પાસે પૈસા લઈ આંક લખાવી જુગાર રમાડી રહયો હતો જે અંગેની બાતમી એલસીબી પોલીસને મળતા રેડ કરી હતી અને ઘટના સ્થળેથી મુકેશ મહેન્દ્રભાઈ ગામીત (રહે, માંડવી, દશેરા પીપરડી, રામેશ્વર રોડ ફળિયું, જી- સુરત), મુકુંદચંદ્ર દેવકૃષ્ણા દિક્ષિત (રહે, માંડવી, હોળી ચકલા, જી-સુરત) તથા ચિંતન યોગેશભાઈ વૈદ્ય (રહે, માંડવી, નાગર ફળિયું, જી-સુરત) ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી રોકડ રકમ,ત્રણ મોબાઈલ ફોન અને ત્રણ બાઇક મળી કુલ રૂ, 80,900 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.