માંડવીના તડકેશ્વરથી એલસીબી પોલીસે કારમાંથી દારૂ ઝડપી પાડ્યો

HM News
1 Min Read

બારડોલી : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામની સીમમાં મોટી કેનાલ નજીકથી એલસીબી પોલીસની ટીમે એક કારમાંથી 60 હજારની કિંમતનો દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેઓ તડકેશ્વર ગામની સીમમાં મોટી કેનાલ પાસે આવેલ કાચા રસ્તા ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમની બાતમી મુજબની એક મારુતિ ફ્રટી કાર નંબર જીજે-03-ડીડી-2956 હાજર મળી આવી હતી.કારમાં તપાસ કરતાં તેમાંથી દેશી વિદેશી દારૂની બોટલ નંગ-624 કિંમત રૂ,60,000 નો જથ્થો મળી આવ્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો કમલેશ ખાનસિંગ ગામિત(રહે,ગામિતફળિયું,અરેઠ ગામ,તા-માંડવી)નો હોય અને તે આ દારૂ સગેવગે કરવાની પેરવીમાં હતો પરંતુ તે પોલીસને જોઈ કાર મૂકી ભાગી છૂટ્યો હતો.પોલીસે તેને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *