બારડોલી : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં બૌધાન ગામે આવેલ ભૂત બંગલા હાઈસ્કૂલ નજીક વરલી મટકાના આંક ઉપર જુગાર રમતા રમાડતા ચાર વ્યક્તિને માંડવી પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 12,670 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળતા તેઓ બૌધાન ગામે પહોંચ્યા હતા.અને ત્યાં ભૂત બંગલા હાઈસ્કૂલની સામે સ્ટેટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક વ્યક્તિઓ ત્યાંથી પસાર થતાં લોકો પાસેથી પૈસા લઈ મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો લખી હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા.પોલીસે ઘટના સ્થળેથી રોહીતભાઈ સુરજભાઈ ગામીત (રહે. પાતલગામ પટેલ ફળીયુ તા.માંડવી), અંબુભાઈ મથુરભાઈ વસાવા (હાલ રહે.અત્રોલી ગામ સ્કુલ ફળીયુ તા.માંડવી, મુળ રહે.ધરમપોર ગામ મંદીર ફળીયુ તા.માંડવી), ઈકબાલ દાઉદ જાદવ (રહે.બોધાન ગામ ભુતબંગલા ફળીયુ તા.માંડવી) તથા અલ્તાબ દિલાવરભાઈ પિલુડીયા (રહે.અરેઠ ગામ બજાર ફળીયુ તા.માંડવી) ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી ત્રણ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ, 12,670 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.