By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માંડવીની યુવતીને ફોઈના છોકરા સાથે જ પ્રેમસંબંધ હતો, લટકાવીને હત્યા કરી દેવાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > માંડવીની યુવતીને ફોઈના છોકરા સાથે જ પ્રેમસંબંધ હતો, લટકાવીને હત્યા કરી દેવાઈ
GeneralSouth Gujarat

માંડવીની યુવતીને ફોઈના છોકરા સાથે જ પ્રેમસંબંધ હતો, લટકાવીને હત્યા કરી દેવાઈ

HM News
Last updated: 14/04/2023 9:27 AM
HM News
2 years ago
Share
SHARE

બારડોલી : જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીની લાશ બારડોલીના ઉછરેલ મોરી ગામે ગોચર જમીનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે.પોલીસ તપાસમાં યુવતીની લટકાવીને હત્યા કરી દેવામાં આવી હોવાની હકીકત સામે આવી છે.જેમાં યુવતીના ફોઈના છોકરાની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.યુવતી અને તેના ફોઈના પુત્ર વચ્ચે પ્રેમસંબંધ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતાં પોલીસે યુવકની અટક કરી સઘન પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

ગત રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી માંડવી તાલુકાના પુના ગામની 20 વર્ષીય યુવતી ઉર્વશીની લાશ બારડોલી તાલુકાનાં ઉછરેલ મોરી ગામની સીમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.પરિવારે યુવતીના મોત અંગે શંકા કરતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું.પ્રથમ દૃષ્ટિએ યુવતીએ ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ પોલીસ અલગ અલગ પાસાંને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી હતી,જેમાં યુવતી કડોદ બસ સ્ટેન્ડ પર બસમાંથી ઊતરી જે મોટરસાઇકલ પર બેસીને જાય છે તે યુવકની શોધખોળ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન તે યુવતીનો ફોઇનો છોકરો જ હોવાની હકીકત સામે આવી હતી.બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે.પોલીસે ફોઇના છોકરાને પકડીને પૂછપરછ શરૂ કરી છે.જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.જો કે, આ મામલે હજી પોલીસ કંઈ બોલવા તૈયાર નથી.યુવતીની હત્યા જ થઈ હોવાની હકીકત સામે આવતાં પોલીસ દ્વારા હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપને પ્રશાંત કિશોરની ચેલેન્જ 200 બેઠકો ન મળે તો આપી દેશે રાજીનામા, 100 બેઠકો મળે તો હું કામ છોડી દઈશ
MBBSના વિદ્યાર્થીઓ હવે યોગાભ્યાસ કરશેઃ કોર્સમાં યોગ ટ્રેનિંગનો સમાવેશ
કસ્ટડીમાં ત્રાસ અને અન્યાય પોલીસનો અત્યાચાર દેશમાં હજુ પણ યથાવત છે : CJI
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવાયો
જમ્મુ-કાશ્મીરમાં શીખ યુવતીના ધર્માતરણને લઈ શીખ સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડમાં દારૂની હાઇપ્રોફાઇલ મહેફિલ પકડાઇ, મોંઘીદાટ કાર લઇને આવેલા ભાજપના નેતા સહિત 15 નબીરા ઝડપાયા
Next Article ગુજરાતના નાણા વિભાગના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયો સસ્પેન્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up