– હવે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સિવાય કોઈ નથી રહ્યું
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગરીબો માટે લડાઈ લડી રહી છે, કામની રાજનીતિ સિવાય બીજું કશું નથી કરવું.પાર્ટી છોડનારા બંને ક્રાંતિ વીરોએ જેટલો સાથ આપ્યો તે માટે અભિનંદન આપીએ છીએ.ભાજપની સામ દામ દંડ ભેદની નીતી રહી છે.ઈસુદાન ગઢવીએ ભાવુક થઈને માં મોગલના સોગંદ ખાધા.અમે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યાં છીએ.
ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છે. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી છે. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાયા. આમ આદમી પાર્ટી છોડનાર બંને નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ.ભાજપની સામ,દામ અને દંડની નીતિ છે.પ્રેશર ટેક્નિક અપનાવી છે. ભૂતકાળમાં પામ ભાજપે અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અમે બંને નેતાઓનો આભાર માનીએ છીએ.ભાજપે પ્રજાને કહેવું છે કે ભાજપે 6000 સ્કૂલો બંધ કરી છે. પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ આસીત વોરાનું રાજીનામું ન લેવાયું. મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો.છતાં તમે મને બદનામ કર્યો.મારુ હૈયું ભરાઈ આવ્યું છે.
વિજય સુવાળા ભાજપમાં ગયા અને મહેશ સવાણીએ પાર્ટી છોડી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રજા માટે ત્રીજો વિકલ્પ હોવાની વાત કરતી એમાં જ વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે.વિજય સુવાળાએ પાર્ટી છોડતી વખતે પોતે કલાકાર હોય તથા પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી.બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું એવી વાત કરી છે.ત્યારે સાંજે પણ AAPના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતે રાજકારણના માણસ નથી,પરંતુ સેવા કરનારો માણસ છે એમ કહીને પોતે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી હતી.
હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છેઃ ઈસુદાન ગઢવી
રાજીનામાઓના દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ ફેસબુક પોસ્ટ કરીને લખ્યું હતું કે હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે.આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે.આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે.અત્રે નોંધનીય છે કે આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચૂક્યા છે.નોંધનીય છે કે હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી.
AAPના અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયાં
આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો.પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.
વિજય સુવાળા ભાજપમાં જોડાતાં કોંગ્રેસે કટાક્ષ કર્યો
જાણીતા ગુજરાતી લોકગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહભંગ થઈ ગયો છે. ‘AAP’માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામું આપી આજે ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ AAPની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ત્યારે કોંગ્રેસનેતા જયરાજ સિંહે BJPમાં નવા જોડાયેલા વિજય સુવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે “ભુવાજીને ભાજપમાં મજા આવશે, કારણ કે ત્યાં ડાકલાં વગાડવાવાળા ખૂબ લોકો છે”


