– કેટલાક ચોક્કસ તત્વો ઈરાદા પૂર્વક આ પ્રકારનું કૃત્ય કરતા હોવાની ચર્ચા
બારડોલી : પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર દ્વારા કરોડોના કૌભાંડ અને એન્ટી કરપ્શન બ્યુરોના દરોડા અંગે સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા મેસેજ અંગે ઈશ્વર પરમારે રદિયો આપતા જણાવ્યું હતું કે આ માહિતી તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. એમાં કોઈ તથ્ય નથી.વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોય તેમના વિરોધીઓએ ખોટી રીતે બદનામ કરવા એક ષડયંત્રના ભાગ રૂપે આ મેસેજ ફરતા કર્યા છે.આ એક અફવા છે આવું કોઈ કૌભાંડ કે દરોડા પડયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર દ્વારા તેમના સમયગાળા દરમ્યાન ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્રો શરૂ કરવા માટે 12 કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અને આ તપાસ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ કથિત મસેજને લઈને બારડોલી સહીત સુરત જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.