માતંગી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા પ્રતિવર્ષ વિધાર્થીઓને નોટબુક અને પુસ્તકો વિતરણ કરવામાં આવે છે.જે અંતર્ગત આ વર્ષે પણ આયોજિત કરાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉદ્યાનના આદિવાસી ગામના પછાત વિદ્યાર્થીઓને દિનાંક 05. 06. 2023 ને સોમવારે લાંબી ફુલ સાઈઝ નોટ બુક્સ,સ્ટીલની વોટર બોટલ રેઈન કોટ્સ, geometry કંપાસ બોક્સ, 5 પેન, પેન્સિલ, ઈરેઝર, શાપનર, કલર તથા બ્રશ, બ્રાઉન બુક કવર વગેરે ધોરણ 1 થી 15 મી સુધિના 120 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.
આ ભગીરથ કાર્યમાં શ્રી મેહુલભાઈ પરીખ તથા શ્રી જયેશભાઈ પરીખ, શ્રીમતી મીનલબેન શૈલેષભાઈ કલ્યાણી, શ્રી મનીષભાઈ પરીખ , શ્રીમતી અલ્કાબેન વોરા ,શ્રી કિશોરભાઈ પરીખ નો સાથ સહકાર આપવા બદલ માતંગી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ કોર કમિટીના સભ્યો શૈલેષભાઈ શાહ,પ્રદિપભાઈ વોરા,જયંતભાઈ શાહ,પીયુષભાઈ શાહ,અમરભાઈ મુછાળા,તુષારભાઈ મહેતા,કલ્પેશ શાહ, હસમુખભાઈ નોટરીયા,રાજુભાઈ દવે,ચિરાગભાઈ મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ભગીરથ કાર્યમાં તેમનો સાથ સહકાર મળતો રહે તેવી આશા વ્યકત કરી હતી.