સુરત, 10 ડિસેમ્બર 2023 મંગળવાર : સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવકને વતનમાં રહેતી માતાને વીડિયો કોલ કરી હું ફાંસો ખાઈ રહ્યો છું તેમ કહી ફોન કટ કરી દીધો હતો.બીજી તરફ માતાએ બીજા પુત્રને જાણ કરતા બીજો પુત્ર ઘરે પહોંચે તે પહેલા જ યુવકે ફાંસો ખાઈ લીધો હતો.આ સમગ્ર મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં રહેતો રાજા સંજયભાઈ કાંતિએ રવિવારે વતનમાં રહેતી માતાને વીડિયો કોલ કર્યો હતો અને પરિવારજનો સાથે વાત કર્યા બાદ માતાને હું ફાંસી પર લટકી રહ્યો છું તેમ કહી ફોન કટ કરી દીધો હતો. પુત્રના ફોનથી ગભરાયેલી માતાએ બીજા પુત્ર પ્રિન્સને જાણ કરી હતી. જેથી તે ઘરે પહોચ્યો હતો.પરંતુ ત્યાં સુધીમાં રાજાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પ્રિન્સ તેના ભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
વધુમાં મૃતક રાજા મૂળ બિહારનો વતની હતો અને ગેરેજમાં કામ કરતો હતો.તેનો મુંબઈમાં રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સબંધ હતો.તેણે પ્રેમ પ્રકારણમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.જો કે સચિન પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

