મુંબઈ : મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ ટિર્બ્યુનલે જુહુ સ્કીમ ખાતેના૩૦૦૦ ચો.ફૂટના બંગલોનો કબજો માતાપિતાને સોંપી દેવાના પુત્ર અને પુત્રવધૂને આપેલા આદેશને બોમ્બે હાઈ કોર્ટે બહાલ રાખીને દંપતીને છ સપ્તાહનો સમય આપ્યો છે.ટ્રિબ્યુનલે જોકે પુત્રવધૂને ભરણપોષણ ચૂકવવાના આપેલા ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ના આદેશને હાઈ કોર્ટે રદબાતલ કર્યો હતો. કાયદામાં પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રીને વળતર આપવાની જોગવાઈ છે પુત્રવધૂને નહીં, એવી દલીલ કોર્ટે માન્ય રાખી હતી.ટ્રિબ્યુનલે પુત્ર અને તેની પત્નીને રૂ. ૨૫ હજારની રકમ તેની ૮૨ વર્ષની વિધવા માતાને ચૂકવવા આદેશ આપયો હતો. પુત્રવધૂએ હાઈ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.માતાપિતાએ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી કે તેમના જ ઘરમા ંતેમની સતામણી કરવામાં આવે છે.પિતા હીરા બજારમાં ઓપેરાહાઉસ કામ કરતા હતા અને ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા.માતા ગૃહિણી છે.પુત્ર હીરા ઉત્પાદન કંપનીમા ંકામ કરે છે અને પુત્રવધૂ ફેશન ડિઝાઈનર છે.પિતાનું અવસાન ટ્રિબ્યુનલના આદેશના થોડા દિવસ પહેલાં જ થયું હતું.પુત્રવધૂએ પહેલાં પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો ત્યાર બાદ માતાએ પુત્ર અને પુત્રવધૂ બંનેને ઘરમાંથી બેદખલ કરવાની અરજી કરી હતી.ટ્રિબ્યુનલના આદેશ છતાં પત્નીએ સાસુની સતામણી કરવાનું અને ઘરને નુકસાન કરવાનનું ચાલુ રાખ્યું હતું. આથી હાઈ કોર્ટે નોંધ્યું હતં ુકે ઘરમાં કોઈ જાતની શાંતિ નહોવાનું તારણ ટ્રિબ્યુનલે યોગ્ય કાઢ્યું છે.