અબુજા,18 ફેબ્રુઆરી,2022,શુક્રવાર : આફ્રિકાનો નાઇજીરિયા દેશ આર્થિક અસમાનતા અને ગરીબી માટે જાણીતો દેશ છે.આ દેશમાં બેબી ફેકટરીઓ ચાલે છે.જેમાં બાળકીઓ પેદા કરીને વેચવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલે છે.ભૂખમરાથી પીડાતા બાળકોના ફોટો અને વીડિયો ખૂબ જોયા હશે પરંતુ સોશિયલ મીડિયામાં નાઇજીરિયાનો અબજોપતિ બાળક છવાયેલો છે.9 વર્ષની ઉંમરે અનેક લકઝરી કાર અને પ્રાઇવેટ જેટનો માલિક છે. દુનિયા ભરનો પ્રવાસ કરતો રહે છે.
પોતાના નામે હવેલીઓ અને બંગલાઓ પણ છે.આ છોકરાનું નામ મોહમ્મદ અવલ મુસ્તુફા ઉર્ફે મોમ્ફા જુનિયર છે.ધ સનના અહેવાલ અનુસાર આ રીચી રિચને તેના પિતાએ 6 વર્ષનો હતો ત્યારથી જ તમામ સુખ સાહેબીઓ આપી હતી.તે નાઇજીરિયાની ઇન્ટરનેટ સેલિબ્રેટી ગણાતા ઇસ્માઇલિયા મુસ્તુફાનો પુત્ર છે.તેઓ નાઇજીરિયાના લાગોસ આઇલેન્ડમાં રહેલી કંપનીના સીઇઓ છે. બ્રાન્ડેડ કપડા પહેરીને જુદી જુદી કારમાં બેસીને પોતાની એશ આરામ જીંદગીના ફોટો શેર કરતો રહે છે.બેંટલ ફલાઇંગ સ્પર અને રોલ્સ રોયર્સ વેથનો સમાવેશ થાય છે.