સુરત: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરત આવી પહોંચશે.સુરતની કોર્ટમાં હાજરી આપવાની હોવાથી તેઓ સુરત ખાતે આવી પહોંચ્યા છે.રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કરેલી એક ટિપ્પણી બાદ સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.આ કેસની જેની મુદત હોવાથી તેઓ સુરત આવી રહ્યા છે.રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
રાહુલ ગાંધી સીધા જ સુરત ખાતે આવી પહોંચ્યાં હતા.તેમને આવકારવા માટે કૉંગ્રેસના નેતાઓ હાજર રહેશે.રાહુલ ગાંધીને આવકારવા માટે અમિત ચાવડા,પરેશ ધાનાણી સહિતના નેતાઓ સુરત ખાતે હાજર હતા.એવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપ્યા બાદ કૉંગ્રેસ નેતાઓ સાથે આગામી ચૂંટણીને લઈને ચર્ચા-વિચારણા પણ કરી શકે છે.
રાહુલ આ પહેલા પણ સુનાવણીમાં આવ્યા હતા
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન કરતા કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે?
આ મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.આ કેસની તારીખમાં રાહુલ સુરત આવ્યા છે.ગુજરાત કૉંગ્રેસના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી પહેલા પણ આ કેસમાં કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરાયો હતો.રાહુલ ગાંધીએ નીરવ મોદી,લલિત મોદી,સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.

