By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દો ન વાપરો: જસ્ટિસ મુરલીધર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દો ન વાપરો: જસ્ટિસ મુરલીધર
GeneralNational

‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દો ન વાપરો: જસ્ટિસ મુરલીધર

HM News
Last updated: 16/03/2020 11:48 AM
HM News
5 years ago
Share
SHARE

પંજાબ-હરિયાણાના જસ્ટીસ મુરલીધરની વકીલોને વિશેષ અને આશ્ચર્યજનક અપીલ

એજન્સી, ચંડીગઢ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરે વકીલોને અપીલ કરતા કહ્યું કે મારા માટે ‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દોનો ઉપયોગ ન કરો. સોમવારે કોર્ટ તરફથી વકીલોને આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ અગાઉ જસ્ટિસ મુરલીધરે દિલ્હી હાઈકોર્ટમાં સેવા આપતી વખતે પણ વકીલોને આવા શબ્દો નહીં વાપરવા માટે કહ્યું હતું. તાજેતરમાં જ તેમનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટમાંથી થયું છે. 6 માર્ચના રોજ તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરી હતી.

થોડા વર્ષ અગાઉ હાઈકોર્ટ બાર એસોસિએશનના વકીલોને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોર્ટમાં જજો માટે ‘સર’ અને ‘યોર ઓનર’ જેવા શબ્દોનો ઉપયોગ કરે. જોકે હજી સુધી કેટલાક વકીલો આ આદેશનું પાલન નથી કરી રહ્યા

જસ્ટિસ એસ મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટમાંથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો. ટ્રાન્સફરના એક દિવસ અગાઉ એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ મુરલીધરે દિલ્હી હિંસાના મામલામાં ત્રણ ભજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં મોડુ કરાયું હોવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી. એવામાં અડધી રાત્રે તેમનું ટ્રાન્સફર ઓર્ડર જાહેર થતા કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ સરકાર પર ન્યાયતંત્રની સ્વતંત્રતાને ખતમ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તેમના વિદાય સમારંભમાં જસ્ટિસ મુરલીધરે આવા તમામ આરોપોને ફગાવી દીધા હતા. વિદાય સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે મારી ટ્રાન્સફરનો નિર્ણય સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કર્યો હતો.

book of ra oyna – Discount Casino’da Oynayanlar Kazanıyor
લો બોલો કૌભાંડીઓ હરકતમાં ! સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
આકાંક્ષા દુબે મોત મામલે ભોજપુરી સિંગર સમર સિંહ સહિત બે પર કેસ દાખલ
વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાને વાર્ષિક 192 કરોડ રૂપિયા પગાર મળશે
સ્વીટી પટેલ કેસમાં આવી શકે છે વધુ એક નવો વળાંક….
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસ MLA જે.વી.કાકડીયાની પત્નીનો આક્ષેપ ભરતસિંહે કહ્યું આપણે ભાજપમાં જવાય
Next Article યસ બેન્કની Q3માં રૂ18,654 કરોડની ખોટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up