મારી પત્ની સાથે કેમ લગ્ન કર્યા કહીને યુવકને આડેધડ છરીના ઘા માર્યા

HM News
2 Min Read

અમદાવાદ : વટવામાં મારી પત્ની સાથે કેમ લગ્ન કર્યા કહીને યુવક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.મહોલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન મારા મારી થતાં દોડધામ મચી જવા પામી હતી.ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર દરમિયાન ૨૪ ટાંકા આવ્યા હતા.આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વર્ષ પહેલા છૂટાછેડા થતા મહિલાએ યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા હુમલામાં ઘાયલ યુવકને સારવાર દરમિયાન ૨૪ ટાંકા આવ્યા.

આ કેસની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં દેવી પાર્ક ચાર માળિયા મકાનમાં રહેતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સિકન્દર ઉર્ફે લાઇટવાળા સલીમભાઇ શેખ(ઉ.વ.૩૨)એ વટવા પોલીસ સ્ટેશનમાં ચાર માળિયા મકાન પાસે વસંત ગજેન્દ્ર ગડકરનગર ખાતે રહેતા મોહસીન સલીમભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલા છૂટાછેડા થતાં યુવકે આરોપીની પૂર્વ પત્ની સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા.તા.૨૮ના રોજ રાતે મહોલ્લામાં લગ્ન પ્રસંગ હોવાથી જે મહિલા સાથે યુવક લગ્ન કર્યા હતા તેની સાથે હાજર હતા.આ સમયે આરોપીએ આવીને યુવકે કહ્યું કે તે મારી પત્નીને મારાથી અગલ કેમ કરી છરીથી હુમલો કર્યો હતો.યુવક જમીન પર ઢળી પડયા બાદ માથામાં તેમજ હાથમાં છરીના આડેધડ ઘા મારીને ગડદાપાટુનો ંમાર મારીને આરોપી નાસી ગયો હતો,ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં માથા તેમજ હાથે કુલ ૨૪ ટાંકા આવ્યા હતા વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *