By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માર્ચથી 12થી 14 વર્ષની વયના સગીરોનું રસીકરણ શરૂ કરાશે : નીતી આયોગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માર્ચથી 12થી 14 વર્ષની વયના સગીરોનું રસીકરણ શરૂ કરાશે : નીતી આયોગ
GeneralNational

માર્ચથી 12થી 14 વર્ષની વયના સગીરોનું રસીકરણ શરૂ કરાશે : નીતી આયોગ

HM News
Last updated: 18/01/2022 5:26 AM
HM News
3 years ago
Share
SHARE
  • દેશભરમાં કોરોનાના નવા 2.58 લાખ કેસ, વધુ 385 લોકોના મોત,ઓમિક્રોનના કેસોની સંખ્યા 8209ને પાર

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના કેસો ફરી ઝડપથી વધવા લાગ્યા છે.એવામાં હવે બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે.હાલ 15થી 18 વર્ષના લોકોને રસી અપાઇ રહી છે જ્યારે હવે આગામી માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના લોકોને પણ રસી આપવામાં આવશે તેમ નીતી આયોગના ચેરમેન ડો.એન કે અરોરાએ જણાવ્યું હતું.

અરોરાએ કહ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં 15થી 18 વર્ષનાને રસી આપવાનં9 કામ પૂર્ણ થઇ જશે પછી 12થી 14 વર્ષનાને પણ રસી આપવાનું શરૂ કરાશે.બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસના નવા 2.58 લાખ કેસો સામે આવ્યા હતા.જ્યારે 24 કલાકમાં વધુ 385 લોકોનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

બીજી તરફ દેશભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા 8209ને પાર પહોંચી ગઇ છે અને તેમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.જ્યારે અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 3109 દર્દીઓને સાજા કરી લેવાયા છે.મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1738 કેસો નોંધાયા છે.જ્યારે આ વેરિઅન્ટ હવે 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઇ ચુક્યો છે.

કેરળમાં કેસો ઝડપથી વધી રહ્યા છે.કેરળમાં કોરોનાના નવા 22946 કેસો નોંધાયા છે.જ્યારે ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના નવા 15622 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ નવ લોકોના મોત નિપજ્યા છે.

તેવી જ રીતે ઓડિશામાં પણ કોરોના વાઇરસના નવા 10489 કેસો નોંધાયા હતા અને વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.દિલ્હીમાં કોરોનાના વધુ 12527 કેસો સામે આવ્યા છે અને વધુ 24 લોકોના મોત નિપજ્યા છે.જ્યારે રાજ્યમાં પોઝિટિવિટી રેટ 27.99એ પહોંચ્યો છે.આંધ્ર પ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઇ છે.

બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતા નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સે કોરોના સંક્રમિત વૃદ્ધોની સારવાર માટે નવી ગાઇડલાઇન જારી કરી છે.નવી ગાઇડલાઇનમાં કોરોના પોઝિટિવ થનારા વૃદ્ધોને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે.

જેમાં માઇલ્ડ,મોડરેટ અને ગંભીર રીતે બિમાર એમ ત્રણ ભાગોનો સમાવેશ કરાયો છે.જેમનામાં જેવા લક્ષણ તેવી સારવાર આપવાની રહેશે તેમ આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે.સારવાર દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આ ત્રણેય કેટેગરી પ્રમાણે આપવામાં આવી છે.

સુનિલ જાખડ અને કે.વી. થોમસ ઉપર અનુશાસનનો દંડ પ્રહાર
ભારતનો આ ઓલિમ્પિક મેડલ વિજેતા જેલમાં કેદીઓને શિખવે છે ફિટનેસના પાઠ, જાણો, કયા ગુનામાં ખેલાડી ભોગવી રહયો છે સજા, ?
સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધને લઈને વેપારીઓ મૂંઝવણમાં
રામદેવનું શીર્ષાસન : એક સમયે કહ્યું હતું, આઇપીએલ અશ્લીલ છે
કુંવરજી બાવળિયા એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું
Share This Article
Facebook Email Print
Previous Article ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન એકમ માટે ટેસ્લાને આકર્ષવા રાજ્યો વચ્ચે ભારે સ્પર્ધા
Next Article દિલ્હીમાં અમે જ બોમ્બ લગાવ્યા હતા વધુ મોટા વિસ્ફોટો કરીશું : મુજાહિદ્દીન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up