(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮ : રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધ ઉભો થતાં ક્રૂડ ઓઇલ અને અન્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે માર્ચમાં હોલસેલ પ્રાઇસ આધારિત ફુગાવો વધીને ૧૪.૫૫ ટકા થઇ ગયો છે.જે ચાર મહિનાની સર્વોચ્ચ સપાટી છે.જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને આવતા આરબીઆઇ ભાવવધારાને અંકુશમાં રાખવા માટે વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે.આ દરમિયાન આજે વાણિજય મંત્રાલય દ્વારા નિકાસ અને આયાતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં.એકથી ૧૪ એપ્રિલ સુધીના સમયગાળામાં ભારતની નિકાસ ૩૭.૦૧ ટકા વધીને ૧૮.૭૯ અબજ ડોલર રહી હતી.આ સમયગાળામાં પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે.૨૦૨૧ના સમાન સમયગાળામાં નિકાસ ૧૩.૭૨ અબજ ડોલર રહી હતી.૧ થી ૧૪ એપ્રિલ સુધીના સમયગાળામાં ભારતની આયાત ૧૨.૨૪ ટકા વધીને ૨૫.૮૪ અબજ ડોલર રહી છે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ સમગ્ર વર્ષની કુલ નિકાસ ૪૧૯.૬૫ અબજ ડોલર અને કુલ આયાત ૬૧૧.૮૯ અબજ ડોલર રહી છે.જ્યારે વેપાર ખાધ ૧૯૨.૨૪ અબજ ડોલર રહી હતી.ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી,૨૦૨૨માં ડબ્લ્યુપીઆઇ ફુગાવો ૧૩.૧૧ ટકા હતો.જ્યારે ગયા વર્ષે માર્ચમાં આ ફુગાવો ૭.૮૯ ટકા હતો.એપ્રિલ, ૨૦૨૧થી સતત બાર મહિના સુધી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે.
નવેમ્બર, ૨૦૨૧માં જથ્થાબંધ ફુગાવો ૧૪.૮૭ ટકા હતો.વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અનુસાર માર્ચમાં જથ્થાબંધ ફુગાવો વધવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલનો ભાવવધારો છે.માર્ચ મહિનામાં શાકભાજી અને કઠોળના ભાવમાં ઘટાડો થયો છે. જો કે ઘંઉ, ચોખા, બટાકા, માંસ અને માછલીના ભાવ વધ્યા હતાં.માર્ચ મહિનામાં ખાદ્ય વસ્તુઓનો ભાવ ઘટીને ૮.૦૬ ટકા રહ્યો છે.જે ફેબુ્રઆરીમાં ૮.૧૯ ટકા હતો.માર્ચમાં શાકભાજીના ભાવમાં ૧૯.૮૮ ટકાનો વધારો થયો છે.જે ફેબુ્રઆરીમાં ૨૬.૯૩ ટકા હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મિનરલ ઓઇલ, બેઝિક મેટલ સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે માર્ચ, ૨૦૨૨માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો થયો છે.માર્ચમાં ક્રૂડ પેટ્રોલિયમના ે ફુગાવો ૮૩.૫૬ ટકા રહ્યો છે. જે ફેબુ્રઆરીમાં ૫૫.૧૭ ટકા હતો.આ મહિનાની શરૃઆતમાં આરબીઆઇ ગવર્નરે ચાલુ નાણાકીય વર્ષમા રીટેલ ફુગાવાનો અંદાજ ૪.૫ ટકાથી વધારી ૫.૭ ટકા કર્યો હતો.

