અમદાવાદ,તા.૨૬
વાર્ષિક રિટર્ન માટે માર્ચ મહિનામાં સૌથી વધુ વ્યસ્તતા હોય છે, પરંતુ આ મહિનામાં આખું બીજું અઠવાડિયું હોળી-ધૂળેટીના તહેવાર અને ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલને કારણે ખાતેદારોને હાડમારી ભોગવવી પડશે. બેંકિંગ કામકાજ માટે ખાતેદારોને માત્ર ૧૮ દિવસો મળી શકશે.
ઓલ ઇન્ડિયા બેક્ન એમ્પ્લોઈઝ યુનિયને પડતર માંગણીઓના નિરાકરણ સાથે માર્ચમાં તા. ૧૧ થી ૧૩ દરમિયાન ત્રિ- દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જ્યારે એ પહેલાં તા. ૯ અને ૧૦મીના રોજ હોળી-ધુળેટીનો તહેવાર છે. બાદમાં તા. ૧૪ અને ૧૫ શનિ-રવિની રજા છે.
આમ, માર્ચ મહિનામાં બેંકિંગ કામકાજનો દિવસ તા. ૭મી સુધી રહ્યાં પછી સીધો તા.૧૬મીએ શરૂ થશે. માર્ચ એન્ડિંગ યર હોવાને કારણે વેપારીઓ રિટર્ન ભરવામાં વ્યસ્ત રહેતા હોવાથી, આ વખતે બેંક હડતાળ અને તહેવારોની રજાને કારણે અરજદારોને હાડમારી ભોગવવી પડી શકે છે.
માર્ચમાં બેંકિંગ કામકાજ માટે ખાતેદારોને માત્ર ૧૮ દિવસો જ મળી રહેશે
Leave a Comment