By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માર્ચમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 38 ટકા વૃદ્ધિ નોંધાઈ: DGCA
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માર્ચમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 38 ટકા વૃદ્ધિ નોંધાઈ: DGCA
GeneralNational

માર્ચમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 38 ટકા વૃદ્ધિ નોંધાઈ: DGCA

HM News
Last updated: 21/04/2022 7:02 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી​​​​​​​ : કોરોના સંક્રમણમાં ઘટાડો અને વેકેશનની શરૂઆતને પગલે હવાઇ મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં લગભગ ૧.૦૬ કરોડ સ્થાનિક પેસેન્જર્સે હવાઇ મુસાફરી કરી છે, જે ફેબ્રુઆરીના ૭૬.૯૬ લાખ પેસેન્જર્સની તુલનામાં ૩૮ ટકા વૃદ્ધિ દર્શાવે છે.માર્ચમાં ખાનગી ક્ષેત્રની તમામ ભારતીય એરલાઇન્સનું પેસેન્જર લોડ ફેક્ટર અથવા ઓક્યુપન્સી રેટ ૮૦ ટકા ઉપર રહ્યો હતો.સ્પાઇસજેટ, ઇન્ડિગો, વિસ્તારા, ગો ફર્સ્ટ, એર ઇન્ડિયા અને એરએશિયા ઇન્ડિયાનું લોડ ફેક્ટર અનુક્રમે ૮૬.૯ ટકા, ૮૧ ટકા, ૮૬.૧ ટકા, ૮૧.૪ ટકા, ૮૫ ટકા અને ૮૧.૩ ટકા રહ્યા હતા.સરકારની માલિકીની એલાયન્સ એરનું લોડ ફેક્ટર માર્ચમાં ૭૪ ટકાના સ્તરે હતું.ઉલ્લેખનીય છે કે, કોરોનાના નિયંત્રણને કારણે છેલ્લા બે વર્ષમાં એવિએશન સેક્ટર પર નોંધપાત્ર અસર થઈ હતી.માર્ચમાં ૫૮.૬૧ લાખ પેસેન્જર્સે ઇન્ડિગોમાં મુસાફરી કરી હતી.DGCAના જણાવ્યા અનુસાર સૂચિત ગાળામાં ઇન્ડિગોનો બજાર હિસ્સો ૫૪.૮ ટકા રહ્યો છે.ગો ફર્સ્ટ ૧૦.૪૪ લાખ પેસેન્જર્સ સાથે બીજા ક્રમે રહી હતી.સ્પાઇસજેટમાં ૧૦.૨૧ લાખ અને એર ઇન્ડિયામાં ૯.૩૬ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી હતી.વિસ્તારા, એર એશિયા ઇન્ડિયા અને એલાયન્સ એરમાં ગયા મહિને અનુક્રમે ૮.૯ લાખ, ૬.૯૮ લાખ અને ૧.૪૫ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી હતી.

મેં શી જિનપિંગ સાથે વધુ સમય વિતાવ્યો, તેમના મતે 21મી સદીમાં લોકશાહી ન જાળવી શકાયઃ જો બાઈડન
મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, ધર્માંતરણ માટે હવાલા ફન્ડિંગનો આરોપ
ડાંગ : માજીધારાસભ્ય મંગળ ગાવિત પેટાચૂંટણી પહેલા BJPમાં જોડાયા, કેસરિયા કર્યા બાદ કહી આ વાત
હું તો સેવક, મારી શું ઔકાત : PM મોદી
જોળવાની મિલોમાં બોઇલરમાં વેસ્ટ કાપડની ચીંધી બાળવામાં આવતા પ્રજાએ જનતા રેડ કરી
Share This Article
Facebook Email Print
Previous Article સૌર જ્વાળાના પ્રચંડ વિસ્ફોટથી સેટેલાઇટ, GPSને અસરની ધારણા
Next Article દેશમાં કોરોનાની R-વેલ્યૂ 3 મહિનામાં પહેલી વખત 1થી વધીઃ સંક્રમણ વધ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up