By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ તોફાન મચાવ્યું : ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી સ્ટેડિયમમાં ઘૂસ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ તોફાન મચાવ્યું : ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી સ્ટેડિયમમાં ઘૂસ્યા
GeneralInternational

માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ તોફાન મચાવ્યું : ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી સ્ટેડિયમમાં ઘૂસ્યા

HM News
Last updated: 22/06/2022 5:40 AM
HM News
3 years ago
Share
SHARE

– જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવા મંત્રી અહેમદ મહલૂફ ત્યાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા.

માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તોફાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. 21મી જૂન, 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ના રોજ વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.દક્ષિણ એશિયાના માલદીવમાં ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર અને યુવા અને રમતગમત સમુદાય સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી યોજયેલા યોગા કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હોબાળો મચાવ્યો હતો.સ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે ટીયર ગેસ છોડીને લાઠી ચાર્જ કરવો પડ્યો માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં હુલ્લડના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

તોફાનીઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા સ્ટેડિયમમાં પ્રવેશ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માલદીવની રાજધાની માલેના ગલોલ્હુ નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.તેનું આયોજન ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા યુવા અને રમતગમત સમુદાય સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું.મંગળવારે સવારે લગભગ 6.30 વાગ્યે કાર્યક્રમ શરૂ થતાં જ મુસ્લિમ કટ્ટરપંથીઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા ત્યાં ધસી આવ્યા હતા.મુસ્લિમ ટોળાને જોઈને ત્યાં યોગ કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઇસ્લામિક કટ્ટરપંથીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કાર્યક્રમનું આયોજન કરતી સરકાર પર ભડક્યા હતા.કટ્ટરપન્થીઓએ કાર્યક્રમ ન કરવા અગાઉ પણ ધમકી આપી હતી.અગાઉ આ ઈવેન્ટ માટે રસફન્નુ બીચની જગ્યા માંગવામાં આવી હતી.જોકે મ્યુનિસિપલ કાઉન્સિલે સ્થળ બદલીને સ્ટેડિયમ કર્યું હતું. ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા હાથમાં ધ્વજ સાથે કટ્ટરપંથીઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યા અને યોગ કરી રહેલા લોકોને ધમકાવવા લાગ્યા.જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી.બાદમાં પોલીસે બદમાશો પર બળપ્રયોગ કર્યો હતો.

મંત્રીની હાજરીમાં થયું હુલ્લડ

જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવા મંત્રી અહેમદ મહલૂફ ત્યાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા.ભારતીય હાઈ કમિશનર ઉપરાંત યુવા બાબતોના મંત્રાલય અને ભારતીય હાઈ કમિશનના ઘણા અધિકારીઓ ત્યાં પણ હાજર હતા.સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 2014 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપી હતી અને જાહેરાત કરી હતી કે તે દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવશે.નોંધનીય બાબત એ છે કે, માલદીવ 177 દેશોમાંનો એક હતો જેણે દિવસની ઉજવણી માટે યુએનના ઠરાવને સહ-પ્રાયોજિત કરવાની તરફેણમાં મત આપ્યો હતો.જયારે ત્યાનાજ લોકો હુલ્લડ કરતા જોવા મળ્યા હતા.

સુરત જિલ્લા પંચાયત દ્વારા 1 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી
સીમા હૈદર પર હજુ પ્રશ્નોનો દોર શરુ, ATS ફરી પૂછપરછ માટે લઈ ગઈ, IB પાસેથી મળ્યા મહત્વના ઈનપુટ
IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું
ગરીબો પાસેથી વસૂલાત કરતી બેન્કો દ્વારા દેશના 13 કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોની રૂા. 2.85 લાખ કરોડની લોન માફ
નવાબ મલિકનો દાઉદની ડી-કંપની સાથે સંબંધ, NCP નેતાની વિરૂદ્ધ અનેક પુરાવા : ED
Share This Article
Facebook Email Print
Previous Article ખુરશીમાં બેસવાની તકરાર, બેંકના ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા કર્મી ઈજાગ્રસ્ત
Next Article લોક-સહયોગથી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા એરિયા એડોપ્શન સ્કીમ લોન્ચ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up