By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માલ્ટા-લીબિયા વચ્ચે જહાજનું ઈંધણ પતી જતાં 400 પ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માલ્ટા-લીબિયા વચ્ચે જહાજનું ઈંધણ પતી જતાં 400 પ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ
GeneralInternational

માલ્ટા-લીબિયા વચ્ચે જહાજનું ઈંધણ પતી જતાં 400 પ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ

HM News
Last updated: 10/04/2023 7:23 AM
HM News
2 years ago
Share
pic : twitter
SHARE

– આ જહાજના કેપ્ટનનો પણ કોઈ અતોપતો નથી,જહાજ પર સવાર લોકોએ જાતે બચાવવા અપીલ કરી
– હજુ સુધી તેમના માટે કોઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી નથી

આફ્રિકન દેશોમાંથી દરિયાઈ માર્ગે યુરોપ જતી બોટ અને જહાજો ડૂબી જવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.તાજેતરમાં એક અહેવાલ મળ્યાં છે કે હવે 400 લોકોથી ભરેલું એક જહાજ,જેનું ઇંધણ સમાપ્ત થઈ ગયું છે અને તેના કેપ્ટનની પણ ખબર નથી તે માલ્ટા અને લિબિયા વચ્ચે ફસાઈ ગયું છે.આ જહાજ પર સવાર લોકો અપ્રવાસીઓ હોવાનું કહેવાય છે,જેમના પર હવે દરિયામાં ડૂબી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

જર્મન એનજીઓએ આપી માહિતી

એક જર્મન એનજીઓ સી-વોચ ઈન્ટરનેશનલએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાની માહિતી આપી છે.ભૂમધ્ય સમુદ્રમાં પીડિત નૌકાઓ અને જહાજોનું નિરીક્ષણ કરતી સહાયક સેવા એલાર્મ ફોને જણાવ્યું હતું કે તેઓને ગઈકાલે રાત્રે લિબિયાના તોબ્રુકથી નીકળેલા જહાજ પરથી કોલ આવ્યો હતો.આ જહાજ પર પીડિતો વતી પોતાને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેમના માટે કોઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

જહાજ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યું છે!

‘એલાર્મ ફોન’ વતી એવું કહેવામાં આવ્યું હતું કે તેણે ભૂમધ્ય સમુદ્રમાં ફસાયેલા જહાજ વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી.એલાર્મ ફોને કહ્યું કે જહાજમાં ઈંધણ સમાપ્ત થઈ ગયું છે અને તેની નીચેની ડેક પાણીથી ભરાઈ ગઈ છે.કેપ્ટન પણ ક્યાંક ગાયબ થઈ ગયો છે અને હવે એ જહાજને ચલાવવા માટે કોઈ બચ્યું નથી.

જો મદદ જલ્દી નહીં પહોંચે, તો જીવન સમાપ્ત થઈ જશે

એલાર્મ ફોને કહ્યું કે બોર્ડ પરના લોકો ગભરાઈ રહ્યા હતા,જેમાંથી ઘણાને મેડિકલ સહાયની જરૂર હતી.એલાર્મ ફોન મુજબ,આ જહાજ હવે માલ્ટિઝ સર્ચ એન્ડ રેસ્ક્યુ એરિયા (SAR) માં હોઈ શકે છે.જો કે, બોર્ડ પરના લોકો માલ્ટિઝ સત્તાવાળાઓનો સંપર્ક કરવામાં અસમર્થ છે.આવી સ્થિતિમાં,જો લોકોને તે ડૂબતા જહાજમાંથી વહેલી તકે બચાવવામાં ન આવે તો મોટી હોનારત સર્જાઈ શકે છે.

સુશાંતે પ્રથમ વખત સારા સાથે લીધું હતું ડ્રગ્સ, જાણો કોણે NCB સમક્ષ કર્યો દાવો
ઉગત કેનાલ રોડની હોટલમાં આંખમાં મરચાની ભુક્કી નાંખી 45 હજારની લૂંટ
કેરળમાં વૃદ્ધ દંપતિની હત્યા બદલ બાંગ્લાદેશના નાગરિકને ફાંસીની સજા
જાગ્યા ત્યાંથી સવાર, અમદાવાદ મ્યુનિ.હવાની ગુણવત્તા સુધારવામાં પ્રદાન આપનાર નાગરિકોને પ્રોત્સાહન આપશે
દાનહ-સિલવાસા બાર એસોસિયેશન બાળકી દુષ્કર્મ હત્યા કેસના આરોપીનો કેસ નહિ લડે
Share This Article
Facebook Email Print
Previous Article ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 1 મહિલા સહિત 44 કેદીઓ HIV પોઝિટિવ મળી આવતા ખળભળાટ
Next Article જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો, પથ્થરમારો અને આગચંપી બાદ કલમ 144 લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up