નવી દિલ્હી તા.22 : ભારતીય બેન્કોનું અબજો રૂપિયાનું ફુલેકુ ફેરવીને બ્રિટન ભાગી ગયેલા ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાનો પ્રત્યાર્પણનો માર્ગ સાફ થયો છે.બ્રિટનમાં તેના દરેક કાનૂની વિકલ્પો ખતમ થઈ ગયા છે.દરમ્યાન ભારત સરકારે જણાવ્યું હતુ કે તે આ મામલે બ્રિટનની સરકાર સાથે સંપર્ક જાળવી રાખ્યા છે.વિદેશ મંત્રાલયનાં પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે જણાવ્યું હતું કે ભારત સરકારે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયાનાં આગામી પગલાને લઈને બ્રિટન સાથે સંપર્ક જાળવી રાખ્યા છે.ઉલ્લેખનીય છે કે માલ્યાને ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો.જયારે બ્રિટનની સર્વોચ્ચ અદાલતે પ્રત્યાર્પણ સામેની માલ્યાની અપીલ ફગાવી દીધી હતી.ઉલ્લેખનીય છે કે બ્રિટનની સર્વોચ્ચ અને હાઈકોર્ટનાં ફેસલા પહેલા વિજય માલ્યાએ ભારત સરકારને તેના બાકી લેણાનાં બાકી પૈસા કોઈપણ શરત વિના વસુલી લેવા અને કેસ બંધ કરવાની ઓફર કરી હતી.હવે સૈધ્ધાંતિક રીતે પોતાના આગામી પગલારૂપે માલ્યા પોતાના પ્રર્ત્યાપણને રોકવા માટે યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટસમાં અરજી કરી શકે છે.
જોકે યુરોપીયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટસ (ઈસીએચઆર)માં અપીલ પછી પણ માલ્યાની આ બાબતે સફળતાની શકયતા ઓછી છે કારણ કે તેણે સાબિત કરવુ પડશે કે તેને નિષ્પક્ષ સુનાવણીનો મોકો નથી મળ્યો અને જો તેને કસ્ટડીમાં લેવાય તો તે યુરોપીયન ક્ધવેન્શન ઓન હ્યુમન રાઈટસની કલમ 3 ની શરતોનો ભંગ હશે.આ સમજુતીમાં આ પણ એક પક્ષ છે. જોકે તેની શકયતા ઓછી છે.કારણ કે બ્રિટનની અદાલતો તેની આવી દલીલો ફગાવી ચુકી છે.