– ભાજપ-કોંગ્રેસના અધ્યક્ષની રેમડેસિવિર ઇન્જેકશન મુદ્દે સામસામે પ્રતિક્રિયા
પંચમહાલ જિલ્લામાં 125 મોરવા હડફ વિધાનસભા બેઠક માટે આગામી 17 તારીખે પેટાચૂંટણીને લઇને ભાજપ અને કોગ્રેસ પક્ષો તેયારીમા લાગી ગયા છે.ત્યારે મોરવા હડફ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરત ખાતે રેમડેસીવિર ઇન્જેક્શનના વિતરણ અંગે પણ પ્રતિક્રિયાઓ આપી હતી, તેઓએ જણાવ્યું હતું કે સુરતમાં અમારા મીત્રોઅે ઇન્જેકશન ખરીદીને ભાજપના માધ્યમથી વિતરણ કરવા અાપ્યા હતા.સરકાર સારી કામગીરી કરે છે.
ઘરે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીને રેમડેસીવીર ઇન્જેકશન ન મળતાં તેઅોને અા ઇન્જેકશનો અાપીઅે છીઅે. જયારે મોરવાહડફના સુલીયાત ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાઅે ઇન્જેકશનને લઇને રાજય સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે.કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે છતા ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન ક્યાંથી અાવ્યા.
મુખ્યમંત્રી પણ ઉડાઉ જવાબ આપીને પાટીલ ભાઉને પૂછો તેમ કહે છે.ગુજરાતની પ્રજાએ તમને મુખ્યમંત્રી બનાવ્યા છે. ભાજપના અધ્યક્ષને નહીં તેમ કહીને ભાજપ પર ચાબખા માર્યા હતા.અમિત ચાવડાઅે રેમડેસિવિર ઇન્જેકશનકંઇ રીતે અાવ્યા તેની તપાસના આદેશ આપવાથી કશું થવાનું નથી.નક્કર કાર્યવાહી કરો અને ઇન્જેક્શનના કાળા બઝાર થાય છે. અામ મોરવા (હ)ની ચુંટણી પ્રચારમા રેમડેસિવિર ઇન્જેકશનનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.


