ગ્રહ મંડળના સૌમ્ય ગ્રહ બુધનું મિથુન રાશિમાં ભ્રમણ શરૂ થયું. 24 મેથી 1 ઓગસ્ટ સુધી બુધ તેની પોતાની સ્વરાશિ મિથુનમાં રહેશે.બુધ વ્યાપરનો કારક છે.ડોકટર,વૈદ્ય,વકીલ,એજન્ટ,વિક્રેતા અને બ્રોકર જેવા વ્યવસાય બુધનું આદિપત્ય છે.આ સમયમાં સ્વગૃહે બુધ બળવાન છે.પરંતુ બુધ રાહુ જેવા અશુભ- પાપ ગ્રહ સાથે હોવાથી આ સમયમાં વેપાર- ધંધા અને વ્યવસાય ક્ષેત્રે ઘણી પ્રતિકુળતાના સંજોગો સૂચવે છે.
મકરમાં મંગળના ભ્રમણ અંગે અગાઉના લેખમાં લખેલું કે,અશુભ ઘાટ ગળો બનશે અને ઘણી અશુભ ઘટનાઓ બની ગઇ છે.ઇશ્વર સૌનુ રક્ષણ કરે. મંગળ સૈનિક,કેમિસ્ટ,દંત વૈદ્ય અને ઇલેક્ટ્રિકઇલેકટ્રોનિકસ વગેરેનો કારક છે.આ ક્ષેત્રમાં વેપાર ધંધા વધે,તેજી આવે,જમીન- જમીનની ઉપજ ધાન્ય લાલ વસ્તુ,વગેરે માટે સાનુકૂળ સમય છે.શુભ સમય અને ધાતુ,તાંબુ અને ઉર્જા અંગે મંગળ શુભ છે.તેનો ધંધો વધે,લાભ વધે,ખેડૂતોને પણ સરકાર તરફથી લાભ માટે પોલીસદળને પણ લાભની ઘોષણા સરકાર કરે યા મદદ વધારશે.
મંત્ર પ્રભાવ
મિથુનમાં બુધ સ્વગૃહી છે.તેથી બુધ મંત્રના જાપ 1008 રોજ કરવાથી (એક મહીના સુધી) ઘણી મદદ મળે.નોકરી- વેપાર- ધંધા- વ્યવસાય અને સામાજિક બાબતો માટે સાનુકૂળતા રહેશે.
મંત્ર : ૐ બં બુધાય નમ
(1008 જાપ રોજ કરવા એક માસ સુધી)
વ્રત તહેવાર
સોમ- તા. 25 – રંભાવ્રત- રમજાન ઇદ (મુ),
મંગળ- તા. 26 – વિનાયક ચતુર્થી,
બુધ- તા. 27 – પંચમી,
ગુરૂ- તા. 28 – સ્કંદ ષષ્ઠી- ગુરૂપુષ્યામૃત યોગ,
શનિ- તા. 30 – દુર્ગાષ્ટમી,
રવિ- તા. 31 – શ્રી હરી જયંતી.


