By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મિનારા મસ્જિદ પર ગુલાલ ફેંકવાના કેસમાં પોલીસે ફરિયાદી બની ગુનો નોંધ્યો, એકની અટક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મિનારા મસ્જિદ પર ગુલાલ ફેંકવાના કેસમાં પોલીસે ફરિયાદી બની ગુનો નોંધ્યો, એકની અટક
GeneralSouth Gujarat

મિનારા મસ્જિદ પર ગુલાલ ફેંકવાના કેસમાં પોલીસે ફરિયાદી બની ગુનો નોંધ્યો, એકની અટક

HM News
Last updated: 10/08/2022 11:00 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના બારડોલીમાં મિનારા મસ્જિદ પાસે દીવો પ્રગટાવી મસ્જિદના દરવાજા પર ગુલાલ ફેંકવાની ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બની અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને એકની અટાકાયત કરવામાં આવી છે.

દશામાની વિસર્જન યાત્રા દરમિયાન 6 ઓગસ્ટની રાત્રિએ મિનારા મસ્જિદ પાસે દીવો અને મસ્જિદ પર ગુલાલ નજરે પડતાં મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.મસ્જિદની સામેના મકાનમાં CCTV ચેક કરતાં તેમાં રાત્રિના બેથી અઢી વાગ્યાની આસપાસ કેટલાક ઇસમો વિસર્જનમાં ચાલતા જતા દેખાતા હતા,એ પૈકી એક ઇસમે હાથમાંનો ગુલાલ મસ્જિદ પર નાંખતો નજરે પડે છે.તો કેટલીક યુવતીઓ દીવો પ્રગટાવી રહી નજરે પડતી હતી.શહેરમાં કોમી શાંતિ ડહોળવા માટે કોઈ અસમાજિક તત્ત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું.પોલીસે CCTV ફૂટેજ કબજે લીધા હતા.બાદમાં બારડોલી ફાયર વિભાગથી મસ્જિદની સફાઈ કરાવી હતી.ગંભીર ઘટનાને પગલે બારડોલી ટાઉન પોલીસમથકના પી.એસ.આઇ. બી.કે.પટેલ જાતે ફરિયાદી બન્યા હતા.તેમણે અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે સમુદાય વચ્ચે વિખવાદ ઊભો કરી શાંતિભર્યું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવો અને ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી એકની અટકાયત કરી છે.

EDની મોટી કાર્યવાહી, ફોરેન એક્સચેન્જના નિયમોના ભંગ બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને 100 કરોડનો દંડ
વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને અત્યારથી પોલીસ-બંદોબસ્ત વધારાયો
NCERT પુસ્તકમાંથી ગુજરાત રમખાણોના એપિસોડને હટાવવા પર શા માટે હોબાળો? રાજકીય પક્ષો બાળકોને હિંદુ વિરોધી કેમ બનાવવા માગે છે?
લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ
આપના MLA ભુપત ભાયાણી હોટલમાં પહોંચ્યા રંગરેલીયા મનાવવા ને રંગમાં ભંગ પાડ્યો પ્રેમિકાના પતિએ : જુઓ વિડીયો
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા તિરંગાયાત્રામાં ધક્કો વાગતાં હર્ષ સંઘવીએ વડોદરાના મેયરને કહ્યું, તું એક ફૂટ દૂર રહે ભાઈ : વિડિઓ વાઇરલ
Next Article વડોદરા : ગોલ્ડી બ્રાર ગેંગના નામે ખંડણી માંગનાર આરોપી ઝબ્બે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up