By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મિલકતમાં નામ દાખલ કરવા ઇન્ચાર્જ નાયબ મામલતદારે માંગ્યા રૂ. 50 હજાર, ACB એ દબોચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મિલકતમાં નામ દાખલ કરવા ઇન્ચાર્જ નાયબ મામલતદારે માંગ્યા રૂ. 50 હજાર, ACB એ દબોચ્યો
GandhinagarGeneral

મિલકતમાં નામ દાખલ કરવા ઇન્ચાર્જ નાયબ મામલતદારે માંગ્યા રૂ. 50 હજાર, ACB એ દબોચ્યો

HM News
Last updated: 12/10/2022 7:01 AM
HM News
3 years ago
Share
SHARE

– પ્રાંત કચેરીએ ખાતે અપિલ કરવા રૂ.50,000/-ની માંગી લાંચ
– એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પડાયો

હાલના સમયમાં બાપદાદાની મિલકતોને પોતાને નામ કરાવાની પ્રોસેસમાં ખૂબ લાંબો સમય લાગે છે.તેમજ કેટલાક ધક્કા પણ ખાવાના વારા આવતા હોય છે.કેટલાક લોકોને કમિશન પણ આપવા લોકો મજબૂર બને છે.ગાંધીનગરમાં આવેલા માણસામાં પણ કંઈક આવી જ ઘટના બની છે.જેમાં એક જાગૃત નાગરિક દ્વારા નાયબ મામલતદાર ગિરીશ પંડ્યા વિરુદ્વ લાંચ માંગી હોવાની ફરિયાદ કરતા એસીબીની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીના કબ્જાની માલિકીની લાકરોડ ગામની સીમમાં વડીલો પાર્જીત જમીન આવેલી છે.જેમાં ફરિયાદીએ વારસાઈ નોંધ દાખલ કરાવવા માણસા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી.જે અંગે કચેરીના મામલતદારે અરજી રજીસ્ટરેથી કમી કરવા હુકમ આપ્યો હતો.પરંતુ, આ અંગે નાયબ મામલતદાર ગિરીશ પંડ્યા દ્વારા જણાવવામાં આવે છે કે, પુન;વિચારણા કરી નામ દાખલ કરાવવા અંગે પ્રાંત કચેરી ખાતે અપિલ કરવી પડશે.

પ્રાંત કચેરીએ અપિલ દાખલ કરાવવા માટે નાયબ મામલતદાર ગીરીશ ગોવિંદલાલ પંડ્યા દ્વારા રૂ.50,000/-રકમની લાંચની માંગણી કરવામાં આવી હતી.તે પૈકીના આજરોજ રૂ.૧૦,૦૦૦/-ની રકમની લાંચની માંગણી કરી હતી.જો કે, આ લાંચની રકમ આપવા ન માંગતો હોવાથી ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે જણાવી નાયબ મામલતદાર ગિરીશ પંડ્યા વિશે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદી દ્વારા નોંધાવેલી ફરિયાદને આધારે એસીબી દ્વારા લાંચિયા આરોપીને પકડી પાડવા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફરિયાદી દ્વારા મામલતદાર સાથે લાંચ સ્વીકારવા માટે મામલતદાર કચેરીએ મળવાનું નક્કી કરાતા એસીબીની ટીમ કચેરીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.જ્યાં થોડા સમય બાદ ફરિયાદી અને નાયબ મામલતદાર ગિરીશ પંડ્યા સાથે પંચની હાજરીમાં લાંચને લગતી હેતુલક્ષી વાતચીત કરી હતી.ત્યારબાદ નાયબ મામલતદાર ગિરીશ પંડ્યા દ્વારા ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ.10,000/- સ્વીકારતા એસીબીની ટીમ ત્રાટકી પડી હતી.એસીબીની ટીમ દ્વારા નાયબ મામલતદારને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.ત્યારબાદ સ્વીકારેલી લાંચની રકમ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

ભારતના ઝારખંડમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે ઓવૈસીનું સ્વાગત કરાયું, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી
ટીકીટ મળતા જ ઉમેદવારોએ ભગવાન સમક્ષ માથું ટેકવ્યું
નિતિન ગડકરીને 110 કરોડની ખંડણીની ધમકી મામલે તપાસ કરવા આજે નાગપુરમાં NIAના ધામા
કોલકાતાએ હારનો સિલસિલો અટકાવ્યો, રાજસ્થાન સામે સાત વિકેટથી વિજય
સુરતના સોશિયલ મીડિયા સર્કલમાં ટાબરિયાનો પ્લેન ટેકઓફ કરતો વિડીયો વાયરલ થયો : જુઓ વિડિઓ
Share This Article
Facebook Email Print
Previous Article GST કામગીરી પૂર્ણ કરવા અધિકારીએ માંગ્યા રૂ. 50 હજાર, ACBની ટ્રેપમાં વચેટિયા ઝડપાયા
Next Article દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં મુસાફરે કરી એવી હરકત કે ધરપકડ કરાઈ, જાણો શું છે સમગ્ર મામલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up