By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘મિશન- 2024’ની તૈયારીમાં અત્યારથી ભાજપ વ્યસ્ત : ‘વીક બૂથ કમિટીઓ’ રચી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘મિશન- 2024’ની તૈયારીમાં અત્યારથી ભાજપ વ્યસ્ત : ‘વીક બૂથ કમિટીઓ’ રચી
GeneralNational

‘મિશન- 2024’ની તૈયારીમાં અત્યારથી ભાજપ વ્યસ્ત : ‘વીક બૂથ કમિટીઓ’ રચી

HM News
Last updated: 26/04/2022 4:15 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : રાષ્ટ્રના શાસક પક્ષ ભાજપે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેણે ‘બૂથ કમિટી’ઓ રચી છે.તથા વોર્ડ પ્રમુખોને સતર્ક કરી દીધા છે હવે તેણે ‘વીક બૂથ કમિટી’ (સાપ્તાહિક બૂથ કમિટી) રચવા નિર્ણય લીધો છે.આ દ્વારા પક્ષ દેશભરના તે બૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં ભાજપ હજી સુધી નિર્બળ રહ્યો છે.આ અંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, ‘ભાજપે વીક બૂથ કમિટીઓની રચના કરવાનો નિર્ણય લીધો છે.દેશભરમાં આ કમિટીઓમાં ૪ કાર્યકરોને સામેલ કરાશે તે કમિટીઓનો હેતુ તે છે કે જે બૂથો પર ભાજપ નિર્બળ છે ત્યાં તેની તાકાત વધારવી.તેઓએ વધુમાં કહ્યું હતું કે, ૨૦૨૪ની સામાન્ય (લોકસભા)ની ચૂંટણી પહેલા અમે આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ.’આ સાથે તેમણે કહ્યું હતું કે, અમોને આશા છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં સફળતા મેળવીશું.આજે (સોમવારે) ભાજપના અન્ય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વેજયંત પાંડાના નેતૃત્વ નીચે મળેલી બેઠકમાં દિલીપ ઘોષ, સી.ટી. રવિ ઉપરાંત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા દિલીપ ઘોષે જણાવ્યું હતું ૨૦૨૪માં સામાન્ય ચૂંટણીઓ આવવાની છે તે પહેલાં સંગઠનમાં જે ખામીઓ દેખાય છે તે દૂર કરવામાં આવશે.મોદી સરકાર ત્રીજી વખત પણ સત્તામાં આવે તે માટે અમે અત્યારથી જ કામ કરવું શરૂ કરી દીધું છે.તે વિચારધારા પ્રમાણે અમે બૂથ કમિટી રચવા નિર્ણય કર્યો છે.

દિલીપ ઘોષે વધુમાં કહ્યું હતું કે આ પૂર્વે પણ કેટલીક કમિટીઓ બનાવી દેવામાં આવી છે.પરંતુ આ નવો પ્રયોગ છે તે નીચે અમે પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કરીશું અને તેઓને બુથ કક્ષાથી જ પક્ષને મજબૂત કરવા જણાવીશું વિશેષતઃ જે બૂથો પર પક્ષની સ્થિતિ નબળી છે ત્યાં તે મજબૂત કરવા જણાવીશું.ભાજપને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાથી પક્ષ ઘણો ઉત્સાહિત છે.હવે આ વર્ષના અંતે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં તે રાજ્યોની પ્રદેશ સમિતિઓ સક્રિયબની ગઈ છે.આ સાથે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અંગે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સોનાની દાણચોરી કેસ : વિજયને CBI તપાસની યુડીએફની માંગને નકારી કાઢી
બનાસકાંઠાના તાત્કાલીન SOG PSI સામે લાંચ માગ્યાની ફરિયાદ
રાંતેજ ગામના 71 સભ્યોના ‘ઈશ્વર પરિવાર’નો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં 48મો કુટુંબ મેળો યોજાયો
કાશીની જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર પ્રાચીન ઘંટ અને કમળ કોતરેલા જોવા મળ્યાનો દાવો
સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટઃ સેન્ચુરિયનમાં ભારતની જીતમાં વરસાદ વિલન બની શકે છે
Share This Article
Facebook Email Print
Previous Article ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ, અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ
Next Article દિલ્હીમાં કોરોનાએ રફતાર પકડી, 1 દિવસમાં 1000થી વધુ કેસ,પોઝિટિવિટી રેટ વધીને 6.42 ટકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up