બારડોલી : બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીના પુલ નીચેથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી.મૃતકની હજી સુધી ઓળખ થઈ શકી ન હોય પોલીસે વાલીવારસની શોધખોળ આદરી છે.બુધવારે બપોરે મીંઢોળા નદીના પુલ નીચે પાણીમાં લાશ તણાઈ આવી હોવાની જાણ થતાં જ બારડોલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પહોંચી હતી.ફાયરની ટીમે લાશ બહાર કાઢી હતી. યુવકની ઓળખ થઈ શકી ન હતી.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઉંમર આશરે 35 વર્ષ છે.શરીરે લાલ રંગનું શર્ટ અને હાફ પેન્ટ પહેરેલ છે.પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.


