નવી દિલ્હી, તા. 28 માર્ચ 2020, શનિવાર
કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની લોકોની સંખ્યા અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ વાઈરસથી અત્યાર સુધી દુનિયાના ઘણાં ગ્લોબલ લીડર સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ કોરોના પોઝિટિવ થયાંની સામે આવી છે. વિદેશી મીડિયામાં આ વાતનો દાવો કર્યો છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કોરોના પોઝિટિવ છે. આ સિવાય પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
મીડિયામાં ઈમરાન ખાને કોરોના પોઝિટિવના સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરી ભડક્યા છે. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને વડાપ્રધાન ઈમરાન ખાન સ્વસ્થ છે. તેમણે ટ્વીટ કર્યું કે, તમે પત્રકાર છો, નહી કે કોઈ સાધારણ ટ્રોલર, આ પ્રકારની જાણકારી કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ આધાર વગર આગળ વધારવી જોઈએ નહી. ઈમરાન ખાન સંપૂર્ણ સ્વસ્થ છે અને સાજા છે.
નોંધનીય છે કે, એક વિદેશી મીડિયા ચેનલે પોતાના રિપોર્ટમાં તે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1415 કેસો સામે આવ્યા છે જ્યારે 12 લોકોના મોત થયાં છે.


