નવી દિલ્હી,તા. 5 એપ્રિલ 2023, બુધવાર : મીડિયા મુગલથી સમગ્ર વિશ્વમાં જાણીતા રુપર્ટ મર્ડોક 92 વર્ષની ઉંમરમાં પાંચમાં લગ્ન કરવાના હતા.તેમની 66 વર્ષીય એન લેસ્લી સ્મિથ સાથે સગાઇ થઇ હતી.વેબસાઇટના એક અહેવાલ અનુસાર એન લેસ્લી સ્મિથના લગ્ન અગાઉ પશ્ચિમી સિંગર અને રેડિયો ટીવી પ્રોફેશનલ ચેસ્ટર સ્મિથ સાથે થયા હતાં. 2008 માં સ્મિથનું મોત થયું હતું.
હવે માહિતી મળી રહી છે કે, રુપર્ટ મર્ડોકે એન લેસ્લી સ્મિથ સાથે સગાઇ તોડી દીધી છે.
રુપર્ટ મર્ડોકને જેરી હોલ સાથેના અગાઉના ત્રણ લગ્નોમાંથી છ બાળકો છે.મર્ડોકના પ્રથમ લગ્ન 1956માં પેટ્રેસિયા બુક સાથે થયા હતાં.બીજા લગ્ન 1967માં અન્ના મારીયા ટોર્વ સાથે કર્યા હતાં.આ લગ્ન 22 વર્ષ ટક્યા હતાં.તેમણે ત્રીજા લગ્ન વેંડી દેંગ સાથે કર્યા હતાં. 2016માં તેમણે ચોથા લગ્ન મોડેલ જેરી હોલ સાથે કર્યા હતાં.
ફોર્બ્સ અનુસાર, ન્યૂઝ કોર્પ. ચેરમેન અને CEOની કુલ સંપત્તિ લગભગ US $1,700 કરોડ (આશરે રૂ. 1,39,685 કરોડ) છે.તેમની માલિકીમાં ફોક્સ ન્યૂઝ,ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને વિશ્વભરની કેટલીક મીડિયા પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે.
રુપર્ટ મર્ડોક હાલમાં ફોક્સ કોર્પોરેશનના પ્રમુખ છે.તેમની કંપની સમગ્ર વિશ્વમાં મીડિયોનો બિઝનેસ કરે છે.આ ઉપરાંત તેઓ વોલ સ્ટ્રીટ જર્નલ,ધ સન અને પબ્લિશિંગ હાઉસ હાર્પર કોલિન્સ તથા ન્યૂયોર્ક પોસ્ટના પણ માલિક છે.મર્ડોકનો જન્મ 1931માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો.હાલમાં તે અમેરિકાના પણ નાગરિક છે.તેમણે ૫૦-૬૦ના દાયકામાં અનેક મીડિયા કંપનીઓ ખરીદીને એક મોટું પ્લેટફોર્મ રચ્યું હતું.આ પ્લેટફોર્મ દ્વારા જ વિશ્વની અનેક મીડિયા કંપનીઓ સંચાલિત કરવામાં આવે છે.