રાજ્યમાં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વધતા જતા સંક્રમણને રોકવા સરકાર અથાગ પ્રયત્નો કરતા હોય છે.ત્યારે સરકાર દ્વારા 6 થી 12 સુધી 36 શહેરોં માં રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે.તેમજ આવશ્યક ચીજવસ્તુ સિવાય બજારો બંધ રહેશે.ત્યારે રાજ્ય સરકારના આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે.
રાજ્યમા મિની લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે થઈને 56000 પોલીસ કર્મચારીઓ, 19000 હોમગાર્ડ 29000 એસઆરડી અને એલ.આર.ડી જવાનો તેમજ 90 એસઆરપીની કંપ્નીઓ તૈનાત કરવામાં આવી છે.એટલે કે કુલ 1 લાખ થી વધુ સુરક્ષાકર્મીઓ ખડે પગે ફરજ પર હાજર રહેશે.ગુજરાત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર સ્થળોએ કે સમારંભમાં ક્યાંય પણ ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો 100નંબર પોલીસ ને જાણ કરવામાં આવે તે જરુરી છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરની 1244 લગ્ન સમારોહમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તેમાં માસ્ક વગરના 96 લોકો અને અન્ય 23 ગુનામાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


