મુંદ્રા પોર્ટથી પકડાયેલા 21000 કરોડના હેરોઈનના નેટવર્કનો મુખ્ય સુત્રધાર સિમલામાં ઝબ્બે

HM News
2 Min Read

સિમલા,તા.30 સપ્ટેમ્બર : ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા ગુજરાતના મુંદ્રા પોર્ટથી બે કન્ટેનરોમાં મળેલા 3000 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યુ હતુ. જેની બજાર કિંમત 21000 કરોડ રૂપિયા થવા જાય છે.આ મામલામાં લખનૌ તેમજ નોએડાની ડીઆરઆઈની બે ટીમો દ્વારા એક જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને સિમલામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આ વ્યક્તિ જ ભારતની ડ્રગ કાર્ટેલ ચલાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આરોપીની સાથે સાથે સોમવારે રાતે એક અફઘાના નાગરિકને પણ પકડવમાં આવ્યો છે અને તેમને હાલમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.અધિકારીઓના કહેવા પ્રમાણે અગાઉ ચાર અફઘાન નાગરિકો તેમજ ઉઝબેકિસ્તાનની એક મહિલાની ધરપકડ કરાઈ હતી.તેમની પાસેથી જાણકારી મળી હતી કે, આ ડ્રગ કાર્ટેલનો સંચાલક હિમાચલ પ્રદેશ ફરાર થઈ ગયો છે.તે ગયા વર્ષે લોકડાઉન બાદ ભારત આવ્યો હતો. જ્યારે તેનો અફઘાન સાથીદાર પાંચ વર્ષથી ભારતમાં રહે છે.પૂછફરછ દરમિયાન મુખ્ય આરોપીએ કહ્યુ હતુ કે, તે અફઘાનિસ્તાનની સુરક્ષા એજન્સીનો સભ્ય રહી ચુકયો છે.

દરમિયાન આ પહેલા પકડાયેલા ચાર અફઘાનીઓ ડ્રગ પેડલર હોવાનુ બહાર આવ્યુ છે.તેઓ પબ અને ક્લબ માટે હેરોઈન વેચતા હતા અને એક કિલો હેરોઈન માટે સાત કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા.તેમની પાસેથી 70 કરોડ રૂપિયાની પ્રતિબંધિત સામગ્રી પકડાઈ હતી.ભારતમાં ચાલતી ડ્રગ કાર્ટેલમાંથી મળતા પૈસા હવાલા નેટવર્ક મારફતે અફઘાનિસ્તાનમાં ડ્રાય ફ્રુટના એક વેપારીને પાછા મોકલી દેવામાં આવતા હતા.આ પૈસાનો ઉપયોગ ગેરકાયદેસ પ્રવૃત્તિ માટે અને ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે થતો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *