મુંબઇ : મુબઇમાં મૂકાયેલો પાણીકાપ રદ કરવાની માગણી કરતું નિવેદન ભારતીય જનતા પાર્ટીએ મુંબઇ મહાનગર પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલને આપ્યું છે.શહેરમાં પાણી સંબંધેની સમીક્ષા કર્યા બાદ ઝડપથી પાણીકાપ શરૃ કરવા ઘટતું કરીશું એવી હૈયાધારણા પાલિકા કમિશનરે આપી હતી.મુંબઇગરાના માથે ૧૦ ટકા પાણીકાપ ૨૭ જૂનથી મુંબઇમાં અમલમાં આવ્યો છે.
પરંતુ શહેરના અનેક વિસ્તારમાં ૩૦ ટકાથી વધુ પાણી કાપ નાગરિકો અનુભવી રહ્યા છે.જ્યારે ડુંગર વિસ્તારમાં બિલકુલ પાણી મળતું નથી. આ સમસ્યાને લઇને ભાજપના પાલિકાના ગુ્રપ લીડર પ્રભાકર શિંદે નેતૃત્વ હેઠળ નગરસેવકોનું પ્રતિનિધિ મંડળે કમિશનર ઇકબાલ સિંહ સમક્ષ પાણીકાપને મોકૂફ કરવાની માગણી કરતું નિવેદન આપ્યું હતું.શહેરમાં પાણીકાપને લીધે અનેક વિસ્તારમાં નાગરિકોને પીવાનું પાણી મળવું દુર્લભ થઇ ગયું છે,આથી પાણીનો કાપ રદ કરવો જરૃરી છે.આ અંગે પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે આ મામલે સમીક્ષા કરીને ઝડપથી મુંબઇમાં પાણી કાપ મોકૂફ કરાવીશું એવી ખાતરી કમિશનરે આપી હતી.