મુંબઇ : મુંબઇમાં આગામી ત્રણ દિવસ(૧૬,૧૭,૧૮ જૂન) મોટી ભરતીને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાના હોવાથી લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ચેતવણી ઉચ્ચારી છે.મોટી ભરતી વખતે મૂશળધાર વરસાદ પડશે તો શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે એવું અનુમાન છે.બીએમસીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ જૂન મહિનામાં ગઇ ૧૩મી તારીખથી હાઇટાઇડની શરૃઆત થઇ છે.૧૬મી જૂને બપોરે ૧.૩૫ વાગ્યે,૧૭મી જૂને બપોરે ૨.૨૫ વાગ્યે અને ૧૮મી જૂને બપોરે ૩.૧૬ વાગ્યે હાઇ-ટાઇડને લીધે દરિયામાં ૧૨થી ૧૫ ફૂટ ઉંચા મોજા ઉછળશે એવું અનુમાન છે.જુલાઇમાં ૧૩,૧૪,૧૫,૧૬,૧૭ અને ૧૮ તારીખે મોટી ભરતી આવશે.ઓગસ્ટમાં ૧૧મી ૧૨મી,૧૩મી,૧૪મી અને ૧૫મી ઓગસ્ટે હાઇ-ટાઇડ હશે.સપ્ટેમ્બરમાં ૯મી,૧૦મી,૧૧મી,૧૨મી અને ૧૩મી તારીખે હાઇ-ટાઇડ રહેશે.આમ આ ચોમાસા દરમિયાન ૨૧ દિવસ દરિયામાં મોટી ભરતીને કારણે લોકોને તકેદારી લેવાની સૂચના આપવામાં આવી છે.જો મોટી ભરતી વખતે જ મૂશળધાર વરસાદ તૂટી પડશે તો જળબંબાકાર સ્થિતિ તિવારી નહી શકાય