By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઇમાં ફૂલગુલાબી ઠંડી પણ હવાની ગુણવત્તા આરોગ્ય માટે ભારે ચિંતાજનક : સરેરાશ આંક 204
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઇમાં ફૂલગુલાબી ઠંડી પણ હવાની ગુણવત્તા આરોગ્ય માટે ભારે ચિંતાજનક : સરેરાશ આંક 204
GeneralNational

મુંબઇમાં ફૂલગુલાબી ઠંડી પણ હવાની ગુણવત્તા આરોગ્ય માટે ભારે ચિંતાજનક : સરેરાશ આંક 204

HM News
Last updated: 25/12/2021 5:50 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : મુંબઇમાં  એક તરફ ફૂલગુલાબી ઠંડીનો મજેદાર માહોલ સર્જાયો છે.તો બીજીબાજુ  હવાની ગુણવત્તા ચિંતાજનક બની રહી છે.હવાની ગુણવત્તા ખરાબ હોવાથી શહેરનાં નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર થઇ રહી હોવાના સમાચાર મળે છે.

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર) ના ડાયરેક્ટર ડો.ગુફ્રાન બેગે પુણેથી ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે ૨૪,ડિસેમ્બરે મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ આંક (એર ક્વોલિટી ઇન્ડેક્સ-એક્યુઆઇ) ૨૦૪ નોંધાયો હતો.આટલો આંક હવાની ખરાબ ગુણવત્તાની શ્રેણીમાં આવે છે.હાલ શિયાળાની મોસમ હોવાથી વાતાવરણમાં ઠંડીનો માહોલ છે.ઠંડા વાતાવરણને કારણે હવામાં તરતાં પ્રદૂષિત રજકણો એકબીજાં સાથે જોડાઇ જાય અને વધુ  ઘટ્ટ  બને.પરિણામે તે પ્રદૂષિત રજકણોનું વજન વધે અને તે વાતાવરણના નીચેના પટ્ટામાં તરતાં રહે.

ઉપરાંત,હાલ મુંબઇમાં પવનની ગતિ પણ મંદ છે.પવનની મંદ ગતિને કારણે પેલાં પ્રદૂષિત રજકણો વાતાવરણમાં સ્થિર રહે.પરિણામે હવાની ગુણવત્તા ખરાબ રહે.પવનની ગતિ વધુ હોય તો તે રજકણો દૂર દૂર સુધી ફેંકાઇ જાય અને હવાની ગુણવત્તા સારી રહે.

મુંબઇમાં શિયાળામાં  ક્યારેક  પ્રદૂષણ (સ્મોક) અને  ધુમ્મસ (ફોગ) બંને ભેગાં થઇ જતાં હોય છે.પરિણામે સ્મોગ(સ્મોક અને ફોગ બંને શબ્દો ભેગા કરીને સ્મોગ)ની ચિંતાજનક પરિસ્થિતિ પણ સર્જાય.આવું સ્મોગ જોકે મુંબઇની જાહેર તંદુરસ્તી માટે ખરેખર ચિંતાજનક ગણાય.

એક તબીબે એવી માહિતી આપી હતી કે મુંબઇની હવાની ગુણવત્તા છેલ્લા એક મહિના કરતાં પર વધુ સમયથી ખરાબ રહેતી હોવાથી ઉધરસ,કફ,અસ્થમા,આંખમાં બળતરા થવી,શ્વાસોચ્છવાસમાં તકલીફ  થવી,એલર્જી  વગેરે જેવી સમસ્યાનાં દરદીઓની સંખ્યા પણ વધી રહી છે.ચિંતાજનક બાબત તો એ છે કે જે લોકોને અગાઉ ક્યારેય પણ આંખમાં બળતરા થવી કે કફ-ઉધરસ નથી થયાં તેઓને પણ પ્રદૂષણની વિપરીત અસર થઇ રહી છે.

સફરનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે બોરીવલીની હવાની ગુણવત્તાનો આંક મધ્યમ નોંધાયો હતો (પીએમ-૧૦ઃ૧૪૮ અને પીએમ-૨.૫ ૧૪૯),મલાડ-૧૨૧-૨૨૧(ખરાબ),અંધેરી-૧૫૯ઃ૨૨૮(ખરાબ),બી.કે.સી.-૧૫૯ ૨૨૫(ખરાબ),ચેમ્બુર-૧૫૨ઃ૨૦૧(ખરાબ),વરલી-૭૬ઃ૮૦(સંતોષકારક),કોલાબા-૧૪૯ઃ૨૬૬(ખરાબ),ભાંડુપ-૧૦૯ ૯૭(સંતોષકારક),નવી મુંબઇ -૧૮૦ઃ૨૬૨(ખરાબ)નોંધાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં ઓમિક્રોનના નવા 122 કેસ,પાંચ રાજ્યોમાં રાત્રી કરફ્યૂ
Next Article ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up